તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક વ્યવસ્થાનું સુંદર રીતે પાલન કરી રહેલા વાહનચાલકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતના એક શહેરમાં સુંદર રીતે ટ્રાફિક વ્યવસ્થાનું પાલન કરી રહેલા વાહનચાલકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રાફિક વ્યવસ્થાનું સુંદર રીતે પાલન કરી રહેલા વાહનચાલકોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના કોઈ શહેરનો નહીં પરંતુ મિઝોરમનો છે. આ ફોટોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સહુથી સુંદર ટ્રાફિક સેન્સ ધરાવતા આ શહેરનું નામ આપો. (માર્ક પોણો). પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતના એક શહેરમાં સુંદર રીતે ટ્રાફિક વ્યવસ્થાનું પાલન કરી રહેલા વાહનચાલકોનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેની ટ્વિટ અમને 1 માર્ચ, 2022 ના રોજ એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ ફોટો મિઝોરમની ટ્રાફિક વ્યવસ્થાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. વધુમાં આ ટ્વિટને પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા દ્વારા પણ રિટ્વિટ કરવામાં આવી હતી.

Archive

આજ ફોટો અને માહિતી સાથેના સમાચાર news18.com દ્વારા 2 માર્ચ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

વધુમાં અમને આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. cartoq.com | hindustantimes.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રાફિક વ્યવસ્થાનું સુંદર રીતે પાલન કરી રહેલા વાહનચાલકોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના કોઈ શહેરનો નહીં પરંતુ મિઝોરમનો છે. આ ફોટોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title: જાણો ગુજરાતની ટ્રાફિક વ્યવસ્થાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False