
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના બોયકોટના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર અભિનેતા આમીર ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા આમીર ખાન સાથે ફોટોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે એ જમાત-એ-ઉલ આતંકી સંગઠનનો આતંકવાદી તારીક જમીલ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અભિનેતા આમીર ખાન સાથે ફોટોમાં જે બે વ્યક્તિ દેખાઈ રહ્યા છે એમાં આમીર ખાનના જમણા હાથ બાજુ પર પાકિસ્તાની ક્રિકેટર શાહીદ અફ્રીદી છે અને ડાબા હાથ બાજુ પાકિસ્તાનના એક મૌલાના તારીક જમીલ છે. આ ફોટોને ફિલ્મ આતંકવાદી તારીક જમીલ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
DrHitesh Modha નામના ફેસબુક યુઝર દ્વારા 06 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા આમીર ખાન સાથે ફોટોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે એ જમાત-એ-ઉલ આતંકી સંગઠનનો આતંકવાદી તારીક જમીલ છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને sialnews.com દ્વારા તેના પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 23 ઓક્ટોમ્બર, 2012 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2012 માં અભિનેતા આમીર ખાન હજ દરમિયાન ક્રિકેટર શાહીદ અફ્રીદી અને મૌલાના તારીક જમીલને મળ્યા હતા તે સમયનો આ ફોટો છે.

અમારી વધુ તપાસમાં અમને અભિનેતા આમીર ખાન, ક્રિકેટર શાહીદ આફ્રીદી અને મૌલાના તારીક જમીલના આજ ફોટો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Islamic Videos | Islamic-Waves.com
વધુમાં અમને Green TV નામની યુટ્યુબ ચેનલ પર મૌલાના તારીક જમીલ દ્વારા શાહીદ આફ્રીદી અને આમીર ખાન સાથે થયેલી તેમની મુલાકાતનું વર્ણન કરતો એક વીડિયો મૂકવામાં આવ્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને 13 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક પાકિસ્તાની પત્રકાર નબીલ રાશીદ દ્વારા પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોનું વર્ણન કરતો એક વીડિયો તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં પણ તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા મૌલાના તારીક જમીલ સાથેના આમીર ખાનના ફોટોને 2.35 મિનિટ પર જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અભિનેતા આમીર ખાન સાથે ફોટોમાં જે બે વ્યક્તિ દેખાઈ રહ્યા છે એમાં આમીર ખાનના જમણા હાથ બાજુ પર પાકિસ્તાની ક્રિકેટર શાહીદ અફ્રીદી છે અને ડાબા હાથ બાજુ પાકિસ્તાનના એક મૌલાના તારીક જમીલ છે. આ ફોટોને ફિલ્મ આતંકવાદી તારીક જમીલ સાથે કોઈ જ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:આતંકવાદી સાથે અભિનેતા આમીરખાનના વાયરલ ફોટોનું જાણો શુ છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
