શું ખરેખર ભાજપના 88 સાંસદોએ રાજનાથસિંહને NRC અને CAA પરત લેવાની માંગ કરી…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎ગગો ગુજરાતી ‎ નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 88 સાંસદો નો વિરોધ, CAA NRCનો વિરોધ, મીડિયા નહિ દેખાડે, આ સાંસદ મુસ્લિમ નથી સમજો, દેશ ને બરબાદ થતા રોકવા માટે વિરોધ છે..શેયર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભાજપના 88 સાંસદો દ્વારા NRC અને CAA ને પરત લેવા માટે રાજનાથસિંહને વિનંતી કરવામાં આવી તેનો છે. આ પોસ્ટને 38 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકો દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. 634 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો ભાજપના 88 સાંસદો દ્વારા NRC અને CAA ને પરત લેવા માટે રાજનાથસિંહને વિનંતી કરવામાં આવી તેનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો છેલ્લા ઘણા સમયથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો 10 ઓગષ્ટ, 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને A One Star News દ્વારા 8 સપ્ટેમ્બર, 2018 ના રોજ આજ વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, इस्तीफा देने से पूर्व भाजपा विधायक राजेन्द्र सिंह गृहमंत्री राजनाथ सिंह से क्या बोले आप सब सुने 22% के चक्कर मे 75% को नाराज मत कीजिये , पीढ़िया बरबाद हो जायेगीं इससे, मैं आपसे भीख मांगता हूं, लेकिन किसी ने बीजेपी विधायक की भी नहीं सुनीઆ સંપૂર્ણ માહિતીમાં ક્યાંય પણ NRC કે CAA નો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે આ અંગે વાત કરતાં તેઓએ પણ આ માહિતીનું ખંડન કર્યું હતું અને અમને જણાવ્યું હતું કે, “ભાજપના તમામ લોકો NRC કે CAA ના સમર્થનમાં છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વિરોધીઓ દ્વારા આ પ્રકારે કાવાદાવા કરવામાં આવી રહ્યા છે.”

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સપ્ટેમ્બર, 2018 માં કેટલાક ફેસબુક યુઝર દ્વારા *ST SC Act* *22% के चक्कर मे 75% को नाराज मत कीजिये , पीढ़िया बरबाद हो जायेगीं इससे, मैं आपसे भीख मांगता हूं, इस्तीफा देने से पूर्व भाजपा विधायक राजेन्द्र सिंह ।* *#sc_st_act* શીર્ષક સાથે અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો સરકારના SC-ST એક્ટના કારણે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ દ્વારા રાજનાથસિંહને રાજીનામું આપવામાં આવ્યું એવી માહિતી આપવામાં આવી હતી. તેમાં પણ ક્યાંય NRC કે CAA નો ક્યાંય ઉલ્લેખ કરવામાં નહતો આવ્યો. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2018 નો છે. આ વીડિયોને NRC અને CAA સાથે કોઈ જ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2018 નો છે. આ વીડિયોને NRC અને CAA સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભાજપના 88 સાંસદોએ રાજનાથસિંહને NRC અને CAA પરત લેવાની માંગ કરી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False