
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત, પાકિસ્તાન અને અન્ય કેટલાક દેશોના ધ્વજનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલમાં ભારતીય તિરંગા કરતાં પાકિસ્તાની ધ્વજને મોટો બતાવવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગામી ક્રિકેટ વર્લ્ડકપ 2023 માં ભાગ લેનારી તમામ દેશની ટીમોના ધ્વજ સરખા માપ અને ઊંચાઈ સાથે મોલમાં લગાવવામાં આવ્યા હતા. તમામ દેશના ધ્વજ એકસરખા માપના જ છે. સોશિયલ મીડિયા પર આ માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Kalpesh Devani નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓક્ટોમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ફોટો કરાંચી કે લાહોરનો નથી પરંતુ આપણા ભારતના કેરળના કોચ્ચીના લૂલૂ મોલનો છે. જ્યાં વિશ્વ કપનો ઉત્સવ મનાવવા વિવિધ વિવિધ દેશના ઝંડા લગાવામાં આવ્યા છે. ફ્લેગ કોડ અનુસાર તિરંગાની આજુબાજુમાં કે ઉપર કોઈ ઝંડો રાખી શકો નહીં સાથે અન્ય દેશનાં ઝંડા સાથે રાખીને પ્રદર્શનમાં મૂકી શકો નહીં. પાકિસ્તાની ઝંડાને તિરંગાની ઉપર અને મોટો રાખીને આ મોલનો માલિક ગ્રાહકોને શું સંદેશો આપવા માંગે છે. આ મોલ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલમાં ભારતીય તિરંગા કરતાં પાકિસ્તાની ધ્વજને મોટો બતાવવામાં આવ્યો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલની ઓફિસનો સંપર્ક કરતાં તેઓએ વાયરલ દાવાને નકારી કાઢ્યો. તેઓએ સ્પષ્ટતા કરી, “ક્રિકેટ વર્લ્ડ કપની ઉજવણી પહેલાં આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા વિવિધ દેશોના રાષ્ટ્રીય ધ્વજ કોચીના લુલુ મોલમાં એકસરખા માપ અને ઊંચાઈ સાથે ઉભા કરવામાં આવ્યા છે. દરેક ધ્વજને છત નીચેથી સમાન સ્તરે લટકાવવામાં આવ્યા છે.”
મોલની મધ્યમાં વિવિધ દેશોના ધ્વજ સમાન સ્તરે છત પરથી નીચે લટકાવવામાં આવ્યા હતા. જ્યારે ધ્વજની ઉપરના બાજુથી અને જ્યારે રસ્તાની બાજુએથી ફોટોગ્રાફ લેવામાં આવે છે, ત્યારે બીજી બાજુના ધ્વજ મોટા દેખાય છે, પરંતુ જ્યારે નીચેથી ફોટોગ્રાફ લેવામાં આવે છે, ત્યારે સમજાય છે કે બધા ધ્વજ એકસમાન કદના જ છે.
નીચે તમે તમામ ધ્વજનો ઓરિજીનલ ફોટો જોઈ શકો છો.


પરંતુ સોશિયલ મીડિયામાં એવો ખોટો પ્રચાર ચાલી રહ્યો છે કે, પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ મોટો અને ભારતીય રાષ્ટ્રધ્વજ નાનો છે. દરેક દેશનો ધ્વજ જ્યારે ફોટોગ્રાફની બાજુથી જોવામાં આવે ત્યારે તે મોટો દેખાય એ સ્વાભાવિક છે, પરંતુ પાકિસ્તાની ધ્વજની સાઈઝની હાઈપ સંપૂર્ણપણે ખોટી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી રહ્યા છે કે પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ભારતના રાષ્ટ્રધ્વજ કરતા મોટો છે અને આ ખોટી માહિતીના પરિણામે તમામ દેશોના ધ્વજ મોલમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગામી ક્રિકેટ વર્લ્ડકપ 2023 માં ભાગ લેનારી તમામ દેશની ટીમોના ધ્વજ સરખા માપ અને ઊંચાઈ સાથે મોલમાં લગાવવામાં આવ્યા હતા. તમામ દેશના ધ્વજ એકસરખા માપના જ છે. સોશિયલ મીડિયા પર આ માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

Title:જાણો કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલમાં ભારતીય તિરંગા કરતાં પાકિસ્તાની ધ્વજને મોટો બતાવવામાં આવ્યો હોવાના વાયરલ ફોટોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
