
GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે આ વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાશે‘ શીર્ષક હેઠળ મુકવામાં આવેલી આ પોસ્ટ પર 245 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને કેન્દ્ર શાસિત વિસ્તાર જાહેર કરવામાં આવશે.

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ પ્રકારે જો કોઈ કામગિરી થવાની હોય તો તે ખૂબ મોટા સમાચાર હતા, તેથી અમે સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી’ લખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા મુજબની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ જોડે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વાત તદન ખોટી છે. આ પ્રકારે કોઈ આયોજન સરકાર દ્વારા કરવામાં નથી આવ્યુ.
તેમજ અમારી પડતાલમાં અમને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટીદાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ સપ્ષટ જણાવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ જ આયોજન કરવામાં આવ્યુ નથી અને આ બાબત સત્યથી વેગળી છે. જે અખબારી યાદી આપ નીચે વાંચી શકો છો.

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ આયોજન સરકાર દ્વારા કરવામાં નથી આવ્યુ. આમ, ઉપરોક્ત પોસ્ટ પાયાવિહોણી સાબિત થાય છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે કોઈ આયોજન સરકાર દ્વારા કરવામાં નથી આવ્યુ. આમ, ઉપરોક્ત પોસ્ટ પાયાવિહોણી સાબિત થાય છે.

Title:શું ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને કેન્દ્ર શાસિત વિસ્તાર જાહેર કરવામાં આવશે..? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
