શું ખરેખર શિવસેનાના નેતા સંજય રાઉત કેમેરાની સામે રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

પાર્ટીમાં રાજકીય કટોકટી ઊંડી થતાં શિવસેનાના કેટલાક કાર્યકરો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાર્ટીના બળવાખોરો સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંધે શિવસેનાના શાસન માટે એકબીજા સાથે સત્તા સંઘર્ષમાં વ્યસ્ત છે. 

આ વચ્ચે, શિવસેનાના નેતા સંજય રાઉતનો એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના ચહેરા પર ભ્રમર સાથે દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે, “મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિથી સંજય રાઉત ભાવુક થઈ ગયા અને કેમેરા સામે રડી પડ્યા હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે સંજય રાઉતને રડતા દર્શાવવા માટે સ્નેપચેટ એપની મદદથી વિડિયોને એડિટ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં સંજય રાઉત રડી નથી રહ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હિન્દૂ સૂટર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિથી સંજય રાઉત ભાવુક થઈ ગયા અને કેમેરા સામે રડી પડ્યા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ ચલાવીને અમારી તપાસ શરૂ કરી અને સંજય રાઉતના તાજેતરના ઇન્ટરવ્યુ જોઈ રહ્યા ત્યારે અમને આજતક દ્વારા 21 જૂન 2022ના રોજ પ્રકાશિત થયેલ ઇન્ટરવ્યુ મળ્યો. વિડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સંજય રાઉત એક્સક્લુઝિવ: ‘ગુજરાત પોલીસે અમારા ધારાસભ્યોને પકડ્યા છે’ મહારાષ્ટ્ર રાજનીતિ સંકટ.

વિડિયોના વર્ણનમાં જણાવાયું છે કે, “મહારાષ્ટ્ર સરકાર સામે ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે મેં એકનાથ શિંદે સાથે વાત કરી છે. આ તમામ પાછળ ભાજપનો હાથ છે.” સંજય રાઉત એન્કર સાહિલ જોશીને ઈન્ટરવ્યુ આપતા જોઈ શકીએ છીએ.

આ ઈન્ટરવ્યુ સાંભળીને, અમે સંજય રાઉતના ચહેરા પર કોઈ ભાવ જોઈ શક્યા નહીં.

આગળ, અમે વાયરલ વિડિયોના સ્ક્રીનશોટની ઓરિજનલ વિડિયો સાથે સરખામણી કરી. અમને જાણવા મળ્યું કે વિડિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સંજય રાઉતના ચહેરા પર ભ્રૂણા ઉમેરવામાં આવી છે જેથી તે દર્શાવવામાં આવે કે તે મહારાષ્ટ્રમાં રાજકીય તણાવ વચ્ચે રડી રહ્યા છે.

વધુમાં, અમને જાણવા મળ્યું કે અસલ વિડિયો “ઉદાસી રડતો ચહેરો” નામના સ્નેપચેટ ફિલ્ટરની મદદથી સંપાદિત કરવામાં આવ્યો હતો. એકવાર આ ફિલ્ટરનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ પર થઈ જાય, તે આપમેળે ઉદાસ રડતો ચહેરો બતાવે છે. આ ફિલ્ટર કેવી રીતે કામ કરે છે તે તમે નીચે આપેલા Youtube વિડિયોમાં જોઈ શકો છો. તમે આ લિંકમાં અને આ લિંકમાં સમાન ફિલ્ટરનો ઉપયોગ કરતા લોકોને પણ જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે સંજય રાઉતને રડતા દર્શાવવા માટે સ્નેપચેટ એપની મદદથી વિડિયોને એડિટ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં સંજય રાઉત રડી નથી રહ્યા.

Avatar

Title:શું ખરેખર શિવસેનાના નેતા સંજય રાઉત કેમેરાની સામે રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered