
ગુજરાતની સાથે-સાથે દેશભરમાં કોરોનાના લીધે લોકોની હાલત ખૂબજ બગડી રહી છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પરિપત્ર છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “રાજસ્થાનમાં અંતિમવિધિ માટે SDMને 4 દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત છે.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, રાજસ્થાન સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા અને ખોટી માહિતી આપવા આ પરિપત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Harendra Thoria નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનમાં અંતિમવિધિ માટે SDMને 4 દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને કોઈ સમાચાર લેખ મળ્યા ન હતા કે જમાં પોસ્ટ સાથે કરવામાં આવેલા દાવાની પુષ્ટિ થતી હોય.
ત્યારબાદ અમારી પડતાલને અમે આગળ વધારી હતી અને અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પરિપત્રમાં ઉપરના ભાગે દૈનિક ભાસ્કર લખેલુ જોવા મળ્યુ હતુ. જેના આધારે અમે સર્ચ કરતા અમને દૈનિક ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ તમામ માહિતી શેર કરવામાં આવી હતી. પરંતુ ક્યાંય પોસ્ટમાં જે લાલ ગોળ કરી લખેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ, અમે રાજસ્થાન સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર તેમના દ્વારા જારી કરાયેલા કોરોનાની માર્ગદર્શિકા શોધી અને વાંચી અને તેમને યોગ્ય રીતે વાંચ્યા બાદ પણ અમને વાયરલ દાવામાં આપવામાં આવેલી માહિતી મળી શકી ન હતી. મૂળ પરિપત્રમાં લખ્યું છે કે, “અંતિમ વિધિમાં ભાગ લેનારા લોકોને ચહેરા પર માસ્ક, સામાજિક અંતર અને થર્મલ સ્કેનિંગ અને હેન્ડવોશ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત છે. પરિપત્રમાં એવું પણ લખ્યું છે કે 20 થી વધુ લોકોને અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની મંજૂરી નથી.”
ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ વધુ માહિતી મેળવવા અને ઉપરોક્ત દાવાની સત્ય હકિકત જાણવા રાજસ્થાનના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત નિયામક ગોવિંદ પૌરીકનો સંપર્ક સાધ્યો, તેમણે અમને કહ્યું, “વાયરલ થઈ રહેલો દાવો તદ્દન ખોટો છે. શક્ય નથી કે અંતિમવિધિની માહિતી ચાર દિવસ અગાઉ આપવામાં આવે. રાજસ્થાન સરકારે આવો કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી.”
આ પછી ફેક્ટ ક્રેસન્ડોએ રાજસ્થાનના મુખ્યમંત્રીની કચેરીના સંયુક્ત સચિવ શાહીન અલી ખાનનો સંપર્ક કર્યો હતો, તેમણે પણ આ દાવાને નકારી કાઢતાં કહ્યું હતું કે, ‘વાયરલ થઈ રહેલો દાવો તદ્દન ખોટો છે. રાજસ્થાન સરકાર દ્વારા આ પ્રકારે કોઈ માર્ગદર્શિકામાં બહાર પાડી નથી, આવી કોઈ માહિતી આપવામાં આવી નથી.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાજસ્થાન સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા અને ખોટી માહિતી આપવા આ પરિપત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:રાજસ્થાન સરકારના નામે અંતિમ સંસ્કાર અંગે જારી કરાયેલ પરિપત્ર નકલી છે….
Fact Check By: Yogesh KariaResult: Misleading
