
Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शिवराज सिंह चौहान 9 विधायकों के साथ कांग्रेस का हाथ थामांगे। सूत्रों के मुताबिक जल्द होगी ज्वाईनिंग’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે. શિવરાજસિંહ ચૌહાણ 9 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાશે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો આ પ્રકારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ભાજપ છોડી કોંગ્રેસ જોઈન કરવાના હોય તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય આથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘शिवराज सिंह चौहान कांग्रेस पार्टी जॉइन करेंगे’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે શિવરાજ સિંહ ચૌહાણના ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટની મુલાકાત લીધી ત્યાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. ત્યાર બાદ આ પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો ક્યાંરનો છે તે જાણવું જરૂરી હતુ તેથી અમે તે ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2018નો છે. કમલનાથ જ્યારે મુખ્યમંત્રી તરીકેની શપથ લેવાના હતા અને જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે શિવરાજસિંહ ચૌહાણ તે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ત્યારની આ ફોટો છે. હાલ આ ફોટોને કોઈ લેવા-દેવા નથી. આ કાર્યક્રમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.



અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે અમારી પડતાલ તપાસને આગળ વધારી હતી. અને અમે મધ્યપ્રદેશના ભાજપાના અધ્યક્ષ રાકેશ સિંઘ જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતું કે, “આ વાત તદન ખોટી છે, વિરોધીઓ દ્વારા આ પ્રકારે સોશિયલ મિડિયા પર ખોટા મેસેજ વાયરલ કરવામાં આવતા હોય છે. જો કે, આ વાતમાં કોઈ સત્યતા નથી.”

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાંય સાબિત થતો નથી. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2018નો છે તેમજ મધ્ય પ્રદેશ ભાજપાના અધ્યક્ષ દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે અને આ વાત ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2018નો છે તેમજ મધ્ય પ્રદેશ ભાજપાના અધ્યક્ષ દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે અને આ વાત ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

Title:શું ખરેખર શિવરાજ સિંઘ ચૌહાણ 9 ધારાસભ્ય સાથે કોંગ્રેસમાં જોડાવાના છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
