
ગામડું નામના ફેસબુક પેજ દ્વારા 16 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારતીય નાણાં પ્રિન્ટિંગ પ્રેસ મેં ડેપ્યુટી કન્ટ્રોલ ઓફીસર હરરોજ તેના જ બુટ માં છુપાવીને નોટો ના બંડલ ચોરી લય જતો હતો CISF વાળાએ પકડી લીધો અને તેના ઘર ની તલાસી લેતા ઘરે થી દસ હજાર કરોડ રૂપિયે મળ્યા ? #પેજ_લાઈક_કોમેન્ટ_શૅર_ગામડું_પેજ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય નાણાંની પ્રિંન્ટિંગ પ્રેસમાં ફરજ બજાવતા ડેપ્યુટી કન્ટ્રોલ ઓફિસર દ્વારા રોજ બુટમાં છુપાવીને નોટોના બંડલની ચોરી કરવામાં આવતી હતી. જેને CISF દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને તેની તલાશી લેતાં તેના ઘરેથી 10000 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ પોસ્ટને 21 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Video Archive
સંશોધન
પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ प्रिंटिंग प्रेस में जूतों मे छिपाकर नोटो की चोरी સર્ચ કરતાં અમને મળેલા પરિણામોમાં અમને આજ તક દ્વારા 20 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના દેવાસમાં જ્યાં ભારતીય ચલણી નોટો છાપવામાં આવે છે ત્યાં ડેપ્યુટી કંન્ટ્રોલર તરીકે ફરજ બજાવતા મનોહર વર્માને 200 રૂપિયાની નવી નોટોના બે બંડલ ચોરી કરતા સમયે પકડી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ 8 મહિનાથી ચાલી રહેલી ચોરીની આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ ઘટના બાદ CISF દ્વારા ઓફિસની કચરાપેટી તેમજ લોકરમાંથી 2,609,300 રૂપિયાની નવી નોટો જપ્ત કરી હતી. ત્યાર બાદ ઓફિસરના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી તો ત્યાંથી પણ પગરખાંના ડબ્બા અને થેલીઓમાં છુપાવેલા 64.5 લાખ રૂપિયાની નવી નોટો મળી આવી હતી. આમ, કુલ મળીને 90.5 લાખ રૂપિયા સાથે મનોહર વર્માને ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. તપાસકર્તા અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મનોહર વર્મા રિજેક્ટ થયેલી નોટો જ ચોરી કરતો હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
zeenews.india.com | bhaskar.com | haribhoomi.com |
Archive | Archive | Archive |
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને ઈન્ડિયા ટીવી દ્વારા યુટ્યુબ પર 19 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં પણ ડેપ્યુટી કંન્ટ્રોલર મનોહર વર્મા દ્વારા 90 લાખ રૂપિયા ચોરી કર્યા હોવાની જ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય પ્રિન્ટિંગ પ્રેસમાંથી ડેપ્યુટી કંન્ટ્રોલ ઓફિસર દ્વારા 90 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી 10000 કરોડ રૂપિયાની ચોરી કરી હોવાની માહિતી ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય પ્રિન્ટિંગ પ્રેસમાંથી ડેપ્યુટી કંન્ટ્રોલ ઓફિસર મનોહર વર્મા દ્વારા 90 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી 10000 કરોડ રૂપિયાની ચોરી કરી હોવાની માહિતી ખોટી છે.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર ભારતીય નાણાં પ્રિંન્ટીંગ પ્રેસમાંથી ડેપ્યુટી કંન્ટ્રોલ ઓફિસર દ્વારા 10000 કરોડની ચોરી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Mixture
