નદીમાં વહેતા રેમડેસિવિરના ઈન્જેક્શન અસલી નથી તેમજ પંજાબની નહેરમાં વહેતા હોવાની વાત તદ્દન ખોટી છે…..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આખું ભારત હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે, આ સદીનો આ સમયનો સૌથી મુશ્કેલ સમય છે જ્યાં દેશભરમાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે, કોરોનાથી સંબંધિત કેટલીક દવાઓ વિશેના સોશિયલ મિડિયા પરના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જ્યાં આ દવાઓ વિશે કેટલાક ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે, કોરોનામાં આવી એક દાવાનો ઉપયોગ એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવીર માટે કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેમડેસિવીર ઈન્જેક્શનના બોક્સ નદીમાં વહેતા જણાઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે ઈન્જેક્શન છે તે અસલી છે અને વિડિયોમાં ષડયંત્ર સાથે પંજાબની નહેરમાં આ ઈન્જેક્શન વહેવામાં આવ્યા છે. જેથી દવાની અછત બતાવી શકાય.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હિન્દુ સર્જીકલ રોયલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે ઈન્જેક્શન છે તે અસલી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

તેમજ અન્ય ગુજરાતી ફેસબુક યુઝર દ્વારા પણ આ વિડિયોને હિન્દી કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચેની લિંક પર ક્લિક કરી જોઈ શકો છો. 

LINK 1, LINK 2, LINK 3, LINK 4, LINK 5, LINK 6

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે રોપડ (ભાખડા નેહર પ્રદેશ) ના એસએસપી અખિલ ચૌધરીનો સંપર્ક સાધ્યો, જેણે અમને કહ્યું, “જપ્તીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સંબંધિત એફઆઈઆર નોંધવામાં આવી છે. અમે કેસના તમામ પાસાંઓની તપાસ કરી રહ્યા છીએ. ડ્રગ કંટ્રોલ ઓફિસરના કહેવા પ્રમાણે, જે શીશીઓ મળી છે તેના લેબલ કંપનીના મૂળ લેબલ સાથે મેળ ખાતા નથી, તેથી તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે નકલી છે. એસપી રેન્ક અધિકારીની આગેવાની હેઠળની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

આ ઉપરાંત, અમને પંજાબ સરકારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ ઘટનાના સંદર્ભમાં કરવામાં આવેલ એક ટ્વીટ પ્રાપ્ત થઈ હતી. આ ટ્વિટમાં લખ્યું છે કે, “ભાખડામાં તરતી મોટી માત્રામાં રિમડિસ્વિર હોવાનો દાવો કરતો એક વાયરલ વિડિયો 6 મેના રોજ વાયરલ થયો હતો. નદીમાંથી આશરે 621 બનાવટી રેમેડિવિવર શીશીઓનો જથ્થો પ્રાપ્ત થયો છે. મિડિયાએ પણ એવું જ કહ્યું હતું. કોરોનાના સમય દરમિયાન ગભરાટ ન થાય તે માટે, આવા વિડિયોને વધુ શેર કરવાને બદલે પોલીસને રિપોર્ટ કરવો જોઈએ.

https://twitter.com/PunjabGovtIndia/status/1391056096714924037?s=20

ARCHIVE

આ સિવાય અમને દિલ્હીની ડીસીપી મોનિકા ભારદ્વાજ દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમણે માર્કેટમાં વેચવામાં આવતા નકલી રેમડેસિવીરને ઓળખવા માટે કેટલીક ટીપ્સ આપી છે. તેમણે રેમડેસિવીર ખરીદતી વખતે નીચેની બાબતો પર ધ્યાન આપવાની વિનંતી કરી છે. ટ્વિટમાં તેમણે અસલી અને બનાવટી રેમેડેસિવીર વચ્ચેના તફાવતને સમજાવ્યો છે.

ત્યારબાદ અમે વાયરલ વિડિયોમાં બતાવેલ રેમડેસિવીરની ફોટો અને ડીસીપી મોનિકા ભારદ્વાજે જણાવેલ નકલી શીશીઓની તસવીરો વચ્ચેનું એક તુલનાત્મક વિશ્લેષણ કર્યું, જેમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે નદીમાં વહેતા રેમડેસિવીર ખરેખર નકલી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે રેમડેસિવીર ઈન્જેક્શન જોવામાં આવે છે તે નક્લી છે. અસલી નથી.

Avatar

Title:નદીમાં વહેતા રેમડેસિવિરના ઈન્જેક્શન અસલી નથી તેમજ પંજાબની નહેરમાં વહેતા હોવાની વાત તદ્દન ખોટી છે…..

Fact Check By: Yogesh Karia 

Result: False