ગતવર્ષે 1 જૂલાઈ 2023ના રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો તે સમયનો છે. હાલમાં ડેમ છલોછલ ભરાય ગયો છે પરંતુ ઓવરફ્લો નથી થયો.

ચોમાસું સૌરાષ્ટ્રમાં ખૂબ જામ્યુ છે અને નદી નાળા તમામ છલકાય ગયા છે ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જામનગરના રણજીત સાગર ડેમને ઓવરફ્લો થતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વીડિયો 1 જૂલાઈ 2023ના ફેસબુક પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મોસમના પહેલા વરસાદમાં જ જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવર ફ્લો થઈ ગયો હતો.” આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

https://www.facebook.com/share/r/zFZLD4p7x2butMzY

Archive

તેમજ તો હાલમાં રણજીત સાગર ડેમની સ્થિતી શું છે તે જાણવા અમે સર્ચ કરતા અમને જામનગરનું લોકલ ઈન્સટાગ્રામ ગ્રુપ ચલાવતા યુઝર્સ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં હાલનો રણજીત સાગર ડેમનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “DATE : 20JULY24 :- સંપૂર્ણ જામનગર ને પુરુ પાડતું પાણી એવો આપનો રણજીતસાગર ડેમ હજી ઓવર ફલો થ્યો નથી - હાલ માર્કેટમાં ફરતો વિડિયો ગ્યા વર્ષનો છે. પાણી જોવા માટે જીવનો જોખમના લેતા.” આ પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ અમે સ્થાનિક ક્લેકટર કચેરીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, હાલમાં ડેમ ઓવરફ્લો થયો નથી. પરંતુ ઉપરવાસના વરસાદના કારણે પાણીની આવક ખૂબ મોટાપ્રમાણમાં ડેમમાં થઈ છે, ડેમ ઓવરફ્લો થયો હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગતવર્ષે 1 જૂલાઈ 2023ના રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો તે સમયનો છે. હાલમાં ડેમ છલોછલ ભરાય ગયો છે પરંતુ ઓવરફ્લો નથી થયો.

તેમજ 21 જૂલાઈ 2024ના સ્થાનિક પત્રકારો તેમજ મીડિયા અહેવાલ મુજબ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. પરંતુ એકવાતની નોંધ લેવી જરૂરી છે જ્યારે 20 જૂલાઈના લોકોએ જે વીડિયો શેર કર્યો છે તે ગત વર્ષનો છે અને તે સમયે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો ન હતો.

https://divya.bhaskar.com/QrJiWDMypLb

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો નથી થયો..જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False