
રાહુલ ગાંધીના વિડિયો હંમેશાં સોશિયલ મિડિયામાં યુઝર્સ માટે મનોરંજન અને વિવાદનું કારણ બનતા હોય છે. તાજેતરમાં વધુ એક એક 24 સેકેન્ડની વિડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ ઇસ્લામમાંથી અહિંસાનો વિચાર લીધો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઓરિજનલ વિડિયોમાં રાહુલ ગાંધી એમ નથી કહેતા કે ગાંધીજીએ ઇસ્લામમાંથી અહિંસાનો વિચાર લીધો છે પરંતુ તેઓ જણાવે છે કે અહિંસાનો વિચાર ઇસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મ જેવા બીજા ઘણા ધર્મમાંથી લીધો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Nitesh M Vanani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ ઇસ્લામમાંથી અહિંસાનો વિચાર લીધો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર ઓરિજનલ વિડિયો શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને રાહુલ ગાંધીનો આ ઓરિજનલ વિડિયો કોંગ્રેસના ઓફિશિયલ ફેસબુક પેજ પર પ્રાપ્ત થયો હતો. જાન્યુઆરી 2019 માં, દુબઇમાં રહેતા ભારતીયઓને સંબોધિત કરતી વખતે, તેમણે મહાત્મા ગાંધીના અહિંસાના આદર્શો વિશે વાત કરી હતી. ફેસબુક પરનો આ વિડિયો આશરે અ વીસ મિનિટનો છે.
સંપૂર્ણ વિડિયો જોયા બાદ અમને જાણવા મળ્યું હતુ કે, વાયરલ વિડિયો ક્લિપએ મૂળ વિડિયો માંથી કાપીને વાયરલ કરવામાં આવી રહી છે. ઓરિજનલ વિડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “મહાત્મા ગાંધીએ ઈસ્લામથી, ખ્રિસ્તી ધર્મથી, યહુદી ધર્મમાંથી, તેમના અહિંસાના આદર્શને અપનાવ્યા હતા.”
ઓરિજનલ વિડિયોમાં તેઓ કહે છે, “મહાત્મા ગાંધી અહિંસાના મહાન પ્રદર્શક હતા, પરંતુ મહાત્મા ગાંધીજીએ આપણા મહાન ધર્મો અને મહાન શિક્ષકો માંથી અહિંસાના વિચારો ગ્રહણ કર્યા હતા. મહાત્મા ગાંધીજીએ પ્રાચીન દર્શન માંથી, ખ્રિસ્તી ધર્મમાંથી, ઇસ્લામમાંથી, દરેક મહાન ધર્મમાંથી અહિંસાનો વિચાર લીધો હતો, જ્યાં સ્પષ્ટપણે લખ્યું છે કે હિંસા કોઈને કંઈપણ પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં.”
નીચે તમે વાયરલ વિડિયો ક્લિપ અને મૂળ વિડિયો વચ્ચે તુલના દર્શાવતી વિડિયો તમે જોઈ શકો છો.
કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા રાહુલ ગાંધીના આ વિડિયોને પણ ટ્વીટ કરવામાં આવ્યો હતો. પોસ્ટના કેપ્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “લાઈવ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ દુબઈમાં ભારતીય લોકોને સંબોધન કર્યું છે. #RahulGandhiInDubai” વિડિયો 11 જાન્યુઆરી 2019ના પોસ્ટ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઓરિજનલ વિડિયોમાં રાહુલ ગાંધી એમ નથી કહેતા કે ગાંધીજીએ ઇસ્લામમાંથી અહિંસાનો વિચાર લીધો છે પરંતુ તેઓ જણાવે છે કે અહિંસાનો વિચાર ઇસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મ જેવા બીજા ઘણા ધર્મમાંથી લીધો હતો.

Title:શું ખરેખર રાહુલ ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ઈસ્લામથી અહિંસાનો વિચાર લીધો હતો….?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
