શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા RSSના સદસ્યોને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ મંચ પર રહેલા મહાનુભાવોને તેમજ મંચ નીચે બેસેલા એખ બુઝુર્ગ વ્યક્તિને સાલ ઓઢાળી અને પગે લાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આરઆરએસના સદસ્યોને પગે લાગી રહ્યા તેનો વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં રામનાથ કોવિંદ આરએસએસના કાર્યકરોને નહિં પરંતુ તેમના શિક્ષકોને પગે લાગી રહ્યા છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આરઆરએસના સદસ્યોને પગે લાગી રહ્યા તેનો વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયો 25 ફેબ્રુઆરી 2019ના અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “રાષ્ટ્રપતિ કોવિંદ તેમના ભૂતપૂર્વ શિક્ષકો શ્રી પ્યારે લાલ (98), શ્રી હરિ રામ કપૂર (92) અને શ્રી ટીએન ટંડન (86)ને કાનપુરમાં તેમના અલ્મા મેટર BNSD ઇન્ટર કોલેજ અને શિક્ષા નિકેતનમાં સન્માનિત કરે છે.” 

તેમજ મિડિયા હાઉસ દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. અમરઉજાલા દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના વતન કાનપુર આવ્યા ત્યારે તેઓ વિદ્યાર્થી જીવનની યાદોમાં ખોવાઈ ગયા હતા. આ દરમિયાન તેમણે ગુરુના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. કિડવાઈ નગરમાં રહેતા 85 વર્ષીય ત્રિલોકી નાથ ટંડન તેમના શિષ્યના હાથે સન્માન મેળવ્યા બાદ અત્યંત ગર્વ અનુભવી રહ્યા હતા. સન્માનિત થયા બાદ તેમણે મીડિયાને જણાવ્યું કે કોવિંદે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને મને કહ્યું કે તમે સો વર્ષ જીવો… મેં પણ કોવિંદને કહ્યું કે હું સો વર્ષ માટે પહેલેથી જ તૈયાર છું. ટંડને રાષ્ટ્રપતિને દેશને વધુ સારી દિશામાં આગળ લઈ જવા કહ્યું.

અમરઉજાલા 

ANI દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર રામનાથ કોવિંદની કાનપુરની આ મુલાકાતના ફોટો શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં રામનાથ કોવિંદ આરએસએસના કાર્યકરોને નહિં પરંતુ તેમના શિક્ષકોને પગે લાગી રહ્યા છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા RSSના સદસ્યોને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False