પ્રજ્ઞાનન્ધા દ્વારા કાર્લસનને હરાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ફાઈનલ મેચમાં પ્રજ્ઞાનન્ધાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કાર્લસન મૂળ FIDE ચેસ વર્લ્ડ કપનો વિજેતા થયો છે.

હાલમાં ચેસ વર્લ્ડ કપમાં ભારતીય ચેસ ખેલાડી આર. પ્રજ્ઞાનન્ધા અને નોર્વેના મેગ્નસ કાર્લસન વચ્ચે કોણ જીતશે તેના પર તમામની નજર છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થવા લાગી હતી જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “પ્રજ્ઞાનન્ધા દ્વારા કાર્લસનને હરાવીને વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રજ્ઞાનન્ધા દ્વારા કાર્લસનને હરાવીને વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે FIDE ચેસ વર્લ્ડ કપ 2023 વિશે આપેલી સત્તાવાર માહિતી અંગે તપાસ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “પ્રજ્ઞાનન્ધા કાર્લસન સામેની ફાઈનલ મેચમાં ટાઈ બ્રેકરમાં હારી ગયો હતો. બંને વચ્ચેનો અંતિમ સ્કોર કાર્લસન (1.5) અને પ્રજ્ઞાનંદ (0.5)નો હતો.

Archive

લોકસત્તાના સમાચાર અનુસાર, પ્રજ્ઞાનન્ધા દ્વારા કાર્લસનને પહેલા ટાઈબ્રેકર સુધી ટક્કર આપી હતી, પરંતુ બીજા ટાઈબ્રેકરમાં કાર્લસને તેની રમતની શૈલી બદલી હતી અને પ્રજ્ઞાનંદ પાસે કોઈ જવાબ નહોતો. તેથી તેને હારનો સામનો કરવો પડ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પ્રજ્ઞાનન્ધાને અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું, “અમને FIDE વર્લ્ડ કપમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રજ્ઞાનન્ધા પર ગર્વ છે! તેણે મેગ્નસ કાર્લસનને ટક્કર આપી હતી. આ કોઈ નાની સિદ્ધિ નથી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પ્રજ્ઞાનન્ધા દ્વારા કાર્લસનને હરાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ફાઈનલ મેચમાં પ્રજ્ઞાનન્ધાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કાર્લસન મૂળ FIDE ચેસ વર્લ્ડ કપનો વિજેતા થયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: પ્રજ્ઞાનન્ધા ચેસ વર્લ્ડકપ ફાઈનલમાં વિજેતા નથી થયો...જાણો શું છે સત્ય...

Written By: Frany Karia

Result: False