
મોદી ચાહક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોદીજી બન્યા WHO ના નવા ચેરમેન WHO ની બાગડોર 22 MAY થી ભારતના હાથ માં વિશ્વગુરૂ બનવાના સોનેરી પથ પર ભારત દેશ માટે ગૌરવાન્વિત ક્ષણ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 265 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 55 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 322 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીની WHOના ચેરમેન તરીકે નિમૂણંક કરવામાં આવી.”
FACEBOOK | FB POST ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. શું ભારત વિશ્વ આરોગ્ય સંગઠનનો અધ્યક્ષ બન્યો છે? શોધવા માટે, વિશ્વ આરોગ્ય સંસ્થાની વેબસાઇટની મુલાકાત લીધી. વિશ્વ આરોગ્ય સંસ્થાની બે સમિતિઓ હતી. આ બંને સમિતિઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંગઠન અને એક્ઝિક્યુટિવ કમિટી છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલી નિર્ણય લેવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બેઠક વિવિધ દેશોના સભ્યો દ્વારા હાથ ધરવામાં આવે છે. આ બેઠકમાં કારોબારી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી આરોગ્ય નીતિઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મીટિંગમાં પ્રાથમિકતાનો મુદ્દો નક્કી કરવામાં આવે તેવું લાગે છે. કારોબારી સમિતિના 34 તકનીકી લાયક સભ્યો ત્રણ વર્ષ માટે છે. હેલ્થ કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને નીતિઓને અમલી બનાવવાની કારોબારી સમિતિની જવાબદારી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડના 147માં અધિવેશનની બેઠકમાં ભારતના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન આ કારોબારી મંડળના અધ્યક્ષ પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયેસસ દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ડો. ટેડ્રોસ ઘેબ્રેયેસસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ છે અને WHOમાં સર્વોચ્ચ રેન્કિંગ અધિકારી છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા ડો.હર્ષવર્ધનને અભિનંદન અને આ પદ સંભાળવા બદલ આપવામાં ડો.હર્ષવર્ધન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ જે તમે નીચે જોઈ શકો છો.
આમાંથી સ્પષ્ટ થાય છે કે ડો. હર્ષવર્ધન વિશ્વ આરોગ્ય સંસ્થાના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ (ARCHIVE) છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, તે અસત્ય છે કે વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ તરીકે ભારતના વડા પ્રધાનની પસંદગી કરવામાં આવી છે. ભારતના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનની કારોબારી મંડળના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીની WHOના ચેરમેન તરીકે નિમૂણંક કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
