
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેથલિક ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસ સાથે તેમની પ્રથમ વન-ઓન-વન મુલાકાત ઓક્ટોબર મહિનાના અંતમાં કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ બનાવેલ સિલ્વર કેન્ડલબ્રામ (મીણબત્તી રાખવાનું સ્ટેનડ) અને ભારતની આબોહવા પર લખવામાં આવેલ એક પુસ્તક પોપ ફ્રાન્સિસને ભેટમાં આપ્યું હતું. તેમજ પોપ ફ્રાન્સિસ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બુક ભેટ આપવામાં આવી હતી. આ મુલાકાતનો એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાઈબલને તેમના માથે ચડાવી હતી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાઈબલને માથે ચડાવી નથી રહ્યા, પરંતુ પોપ અને મુખ્ય ઈમામ અલ દ્વારા હસ્તાક્ષર કરાયેલ માનવ બંધુત્વ પરના દસ્તાવેજને માથે ચડાવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhupat C Malvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાઈબલને તેમના માથે ચડાવી હતી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને રાઉટર્સ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોપ ફ્રાન્સિસ સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતના અન્ય ફોટો પણ મુકવામાં આવ્યા હતા અને માહિતી આપવામાં આવી હતી કે, “પોપ ફ્રાન્સિસ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાંસ્ય પત્ર પર જેના પર લખ્યુ હતુ ‘ડેઝર્ટ ગાર્ડન બનેગા’ સાથે, પોપને લગતા દસ્તાવેજોના વિભાગો, વિશ્વ શાંતિ માટેનો તેમનો સંદેશ અને 4 ફેબ્રુઆરી, 2019ના રોજ પોપ અને મુખ્ય ઈમામ અલ દ્વારા હસ્તાક્ષર કરાયેલ માનવ બંધુત્વ પરના દસ્તાવેજની નકલ ભેટ આપી હતી.”
News18 દ્વારા પ્રકાશિત અહેવાલમાં પોપ ફ્રાન્સિસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી બુકનો ફોટો પણ જોઈ શકાય છે. જેમાં પણ રાઉટર્સમાં આપવામાં આવેલી માહિતી જ આપવામાં આવી હતી.
PM Narendra Modi દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ મુલાકાતનો વિડિયો પ્રસારિત કર્યો હતો. જેમાં પણ પોપ ફ્રાન્સિસ બુક આપતા જોઈ શકાય છે.
DD ન્યુઝ તેમજ Mangalorean દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આપવામાં આવેલી ભેટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ભેટ અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
Live mint, Hindustan times, Times of India, તમામ મિડિયા હાઉસ દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાઈબલને માથે ચડાવી નથી રહ્યા, પરંતુ પોપ અને મુખ્ય ઈમામ અલ દ્વારા હસ્તાક્ષર કરાયેલ માનવ બંધુત્વ પરના દસ્તાવેજને માથે ચડાવી રહ્યા છે.

Title:શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બાઈબલને માથે ચડાવવામાં આવી…?
Fact Check By: Yogesh KariaResult: False
