
દીકરી મારી લાડકવાયી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતીય સૈનિકો ની સિયાચીનમાં રાત સલામ છે ઇન્ડિયન આર્મીને ગર્વથી આ ફોટાને લાઈક અને શેર કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 21 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 61 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો ભારતીય સૈનિકોના સિયાચીનના છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમદાવાદ મિરરનો તારીખ 21 ડિસેમ્બર 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, શ્રધ્ધા કપૂર દ્વાર રશિયાની સ્પેશિયલ ફોર્સના ફોટો ભારતીય સેનાના નામે વાયરલ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને રશિયાની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર આ ફોટો થોડા વર્ષો અગાઉ લેવામાં આવ્યો છે અને આ ફોટો રશિયનની સ્પેશિયલ ફોર્સની ટ્રેનિંગ દરમિયાન લેવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ રશિયાની સ્પેશિયલ ફોર્સની વેબસાઈટ પર પણ તમે આ ફોટોને જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સિયાચીનમાં ભારતીય સૈનિકો નહિં પરંતુ રશિયાની સ્પેશિયલ ફોર્સની ટ્રેનિંગ દરમિયાનનો છે.

Title:શું ખરેખર ભારતીય સૈનિકોનો સિયાચીન વિસ્તારનો ફોટો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
