એક્ટર રણબીર કપૂરનો એક પ્રમોશનલ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થયુ છે કે, રણબીર કપૂરે ચાહકો સાથે ગેરવર્તન કર્યું નથી. આ એક્ટર રણબીર કપૂરનો પ્રમોશનલ વીડિયો છે.

એક્ટર રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ફેન અભિનેતા રણબીર કપૂર સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફેન એક વાર નહીં પરંતુ ઘણી વખત સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, રણબીર કપૂર આખરે ગુસ્સે થઈ જાય છે અને ફેન્સનો ફોન માંગે છે, અને ફેંકી દે છે. ફેન્સ સાથે રણબીરનું આ ખરાબ વર્તન જોઈને તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રણબીર કપૂરનો ગુસ્સો આવતા તેણે ફેન્સનો ફોન લઈ અને ફેંકી દિધો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજ્જુ ગપશપ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રણબીર કપૂરનો ગુસ્સો આવતા તેણે ફેન્સનો ફોન લઈ અને ફેંકી દિધો હતો.”

Facebook | Fb post Archive | Fb Article archive 

Facebook |

FACT CHECK

વાયરલ વીડિયોને લગતા અલગ-અલગ કીવર્ડસ સાથે ગૂગલ પર સર્ચ કરતા અમને તેનાથી સંબંધિત ઘણા સમાચાર મળ્યા. 28 જાન્યુઆરીના રોજ લાઈવ હિન્દુસ્તાનના એક અહેવાલ અનુસાર, રણબીર કપૂરનો આ વીડિયો પ્રમોશનનો એક ભાગ છે.

ખરેખર, આ વીડિયો એક પ્રમોશનલ સ્ટંટ છે. વાસ્તવમાં, રણબીરે ગુસ્સામાં તેના કોઈપણ ચાહકોનો મોબાઈલ ફેંક્યો નથી, પરંતુ તે એક જાહેરાતનો ભાગ છે.

વાયરલ ભાયાણી અને ઓપ્પો ઈન્ડિયાએ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોનું સંપૂર્ણ વીડિયો અપલોડ કર્યો છે. જેમાં રણબીર કપૂર યુવકને પાછળથી ઓપ્પો ફોન આપતો જોવા મળે છે. જેમાં આપેલા કેપ્શન મુજબ, આ Oppo દ્વારા RENO 8T માટે પ્રમોશનલ વીડિયો છે.

આગળ વધતા, અમને જાણવા મળ્યું કે ઓપ્પો ઇન્ડિયાએ 3જી ફેબ્રુઆરી 2023 ના રોજ લોન્ચ થનારા તેના નવા મોબાઇલ માટે સોશિયલ મીડિયા પર ભારે પ્રચાર કર્યો છે. જેના માટે કંપનીએ રણબીર કપૂરને દર્શાવતા વાયરલ વીડિયોનો ઓરિજિનલ વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. જે કંપનીના ઈન્સ્ટા એકાઉન્ટ રીલ પર જોઈ શકાય છે.

અમને Oppo દ્વારા એક ટ્વિટ પણ મળ્યું, જેમાં વાયરલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ વીડિયો માટે રણબીર ટ્રોલ થયો હતો.

વીડિયોની સત્યતા જાણ્યા વિના નેટીઝન્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સે લખ્યું છે કે, ‘ઔર કરો બોલિવૂડ કો સપોર્ટ’ લોકો નથી જાણતા કે તેઓ કેટલા ઘમંડી છે, તેમ છતાં લોકો ફોલો કરતા રહે છે અને ફોલો કરે છે. વર્ક ફ્રન્ટ પર, રણબીર કપૂર બહુવિધ ફિલ્મોનો ભાગ છે, તે હવે પછી લવ રંજનની તુ જૂઠી મેં મક્કરમાં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે જે 8મી માર્ચ 2023ના રોજ રિલીઝ થવાની છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હકીકતો તપાસ્યા પછી, અમને જાણવા મળ્યું કે રણબીર કપૂરે ચાહકો સાથે ખરાબ વર્તન કર્યું નથી. આ એક્ટર રણબીર કપૂરનો પ્રમોશનલ વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:એક્ટર રણબીર કપૂરનો એક પ્રમોશનલ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False