કાંટાળા તારનો ડ્રેસ પહેરેલી શ્રીલંકન આર્ટિસ્ટનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ..જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં કાંટાળા તારનો ડ્રેસ પહેરેલી એક મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે મહિલા દ્વારા પોતાના શરીર પર કાંટાળા તારનો ડ્રેસ પહેરીને સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

કહે ગુજરાત નામના ફેસબુક પેજ દ્વારા 2 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે મહિલા દ્વારા પોતાના શરીર પર કાંટાળા તારનો ડ્રેસ પહેરીને સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.

screenshot-www.facebook.com-2020.10.06-19_59_05.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને 6.55 News દ્વારા 13 ફેબ્રુઆરી, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી આજ મહિલાના ફોટો સાથેના વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં કાંટાળા તારનો ડ્રેસ પહેરેલી મહિલાનો આ વીડિયો શ્રીલંકાનો હોવાનું જણાવવામાં આવ્યું છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને artfarmsrilanka.wordpress.com નામની વેબસાઈટ પર આ ફોટો વિશે કેટલીક માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલમાં જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ મહિલા Janani Cooray દ્વારા આ ડ્રેસ બનાવવામાં આવ્યો હતો.

Janani Cooray વિશે વધુ સર્ચ કરતાં અમને એક વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પરથી એ જાણવા મળ્યું હતું કે, તેઓ શ્રીલંકાના કોલંબોના પ્રથમ હરોળના કલાકારોમાંના એક છે. તેઓ યુનિવર્સિટી ઓફ વિઝ્યુઅલ અને પરફોર્મિંગ આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે.

પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં કાંટાળા તારનો ડ્રેસ પહેરેલી મહિલાના અન્ય ફોટો તમે Janani CoorayArt નામના ફેસબુક પેજ પર પણ જોઈ શકો છો.

https://www.facebook.com/media/set/?set=a.1266492820089619&type=3

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી મહિલા દ્વારા ઉત્તરપ્રદેશમાં દુષ્કર્મના વિરોધ માટે આ પ્રકારનો ડ્રેસ પહેરવામાં આવ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ મહિલા એક શ્રીલંકન કલાકાર છે જેણે વર્ષ 2015 અને 2016 માં આ પ્રકારે કાંટાળા તારનો ડ્રેસ પહેરીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

Avatar

Title:કાંટાળા તારનો ડ્રેસ પહેરેલી શ્રીલંકન આર્ટિસ્ટનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ..જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False