પાકિસ્તાનના ફોટોને ભારતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Partly False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Hidayat Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકોમાં પ્રથમ ફોટામાં મુસ્લિમ બિરાદરો રાધા સ્વામી સંપ્રદાય દ્વારા સંચાલિત આશ્રમમાં નમાઝ પઢી રહ્યા છે બીજા ચિત્રમાં શીખ ભાઈ મુસ્લિમ ભાઈઓ માટે ઇફ્તાર ગોઠવી રહ્યો છે. આ આપણું ભારત છે.. આ માનવતા છે, આશા છે, પ્રેમ છે.તમારે માનવતામાંથી વિશ્વાસ ક્યારેય ગુમાવવો ન જોઈએ” – મહાત્મા ગાંધી…શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 233 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 55 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટો ભારતના છે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પહેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Salman Nizami દ્વારા તારીખ 28 એપ્રિલના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જમ્મુના રાધા સ્વામી સત્સંગ આશ્રમની આ તસવીર છે. ફસાયેલા મુસ્લિમ કામદારોને લોનમાં નમાઝ પઢવા દેવા આવે છે. આશ્રમ આ કામદારોને નિ:શુલ્ક આવાસ, ભોજન અને અન્ય તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ વાસ્તવિક ભારત અને વાસ્તવિક હિન્દુ ધર્મ છે. સલામ અને આદર!

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પાકિસ્તાનની વેબસાઈટ HUMNEWS.PK નો 18 મે 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “પેશાવર શહેરના સિખ સમુદાય દ્વારા દર વર્ષે રમજાનના પવિત્ર મહિનામાં ઇક્તારનું આયોજન કરવામાં આવે છે.

HUMNEWS.PK | ARCHIVE

ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અન્ય પાકિસ્તાનની વેબસાઈટ HUMSUB.PK નો 21 મે 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વ્યક્તિના અન્ય ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો પાકિસ્તાનના પેશાવર શહેરના છે.

HUMSUB.PK | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાંથી એક ફોટો જ ભારતનો છે. જ્યારે બીજો ફોટો ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના પેશાવર શહેરનો છે. બંને ફોટો ભારતના હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:પાકિસ્તાનના ફોટોને ભારતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Partly False