
Bhuro amaro gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચીન ને જવાબ તો આપવી જ પડશે…ઘરે રહો, સુરક્ષિત રહો….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો હાલમાં ચીન સામે થયેલી લડાઈમાં શહિદ થયેલા જવાનના પુત્ર અને માતાનો ફોટો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Indian military Academy નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પોસ્ટ મુજબ વાયરલ ફોટો લેફ્ટનન્ટ કર્નલ આનંદ સુબ્રમણ્યમની અંતિમવિધિનો છે.”
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને Defence stories નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, કર્નલ આનંદ સુબ્રમણ્યમનું 29 જૂન, 2019 ના રોજ અવસાન થયું હતું. 34 વર્ષની વયે તેમનું અવસાન થયુ હતુ. તેમને ઘટના સ્થળે જ મૃત જાહેર કરાયા હતા. વાયરલ થયેલા ફોટામાં તેની પત્ની પ્રિયંકા નાયર અને પુત્ર કાર્તિક જોવા મળી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં શહિદ થયેલા જવાનનો નથી. પરંતુ એક વર્ષ પહેલા શહિદ થયેલા કર્નલ આનંદ સુબ્રમણ્યમનો છે.

Title:શું ખરેખર હાલમાં ચીન સામે થયેલી લડાઈમાં શહિદ થયેલા જવાનના દિકરા અને પત્ની છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
