
Gujju Smile – ગુજ્જુ સ્માઈલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાલે રાત્રે ભારતીય સૈનિક અને પાકિસ્તાની મુતભેડ થઈ હતી. એક ધન્યવાદ તો બને રિયલ હિરો ને અને શહિદ ભાઈને આત્માને શાંન્તી માટે પ્રાથના ઓણ શાંન્તી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જ્યારે 6 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત પાકિસ્તાન વચ્ચે 14 જૂન રાત્રીના મૃતભેડ થઈ હતી ત્યારબાદનો આ વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2018ના યટ્યુબ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “પાકિસ્તાની આર્મી વલિદાદના ઓપરેશન બાદ રિકવર થઈ રહી છે.” જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને મિલટરી.કોમ નામની વેબસાઈટ પર આ વિડિયો તારીખ 18 નવેમ્બર 2011ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ તેમજ તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “તાલિબાન સામે લડ્યા બાદ પાકિસ્તાની આર્મી ના જવાનો સ્વસ્થ થઈ રહ્યા છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નથી. તેમજ ભારતનો નહિં પરંતુ પાકિસ્તાનના જવાનોનો વિડિયો છે. હાલનો વિડિયો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ બાદનો વિડિયો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
