‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ભાવુક બનેલા યોગી આદિત્યનાથના વીડિયો પાછળનું જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં ભાવુક થયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સિનેમાઘરોમાં ચાલી રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાવુક બન્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 માં ઉત્તરપ્રદેશના ગોરખપુર મંદિર ખાતે દેશના શહીદો માટે યોજાયેલા કાર્યક્રમ ‘એક દીયા શહીદો કે નામ’ સમયે તેઓ ભાવુક બન્યા હતા એ સમયનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Haresh Rathod નામના ફેસબુક યુઝર દ્વારા 15 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, The Kashmir Files #જોય_ને_યોગીજી_રડી_પડયા એવા કેટલાય લોકો છે જે આ મુવી જોય ને રડી પડયા છે જય શ્રી રામ #જય_સત્ય_સનાતન . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સિનેમાઘરોમાં ચાલી રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાવુક બન્યા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને ABP NEWS દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 17 ઓક્ટોમ્બર, 2017 ના રોજ એક પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના ગોરખપુર મંદિર ખાતે દેશના શહીદો માટે યોજાયેલા કાર્યક્રમ ‘એક દીયા શહીદો કે નામ’ સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાવુક બન્યા હતા એ સમયનો આ વીડિયો છે . જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાંનો છે. 

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Zee News દ્વારા પણ આજ માહિતી સાથે પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 માં ઉત્તરપ્રદેશના ગોરખપુર મંદિર ખાતે દેશના શહીદો માટે યોજાયેલા કાર્યક્રમ ‘એક દીયા શહીદો કે નામ’ સમયે તેઓ ભાવુક બન્યા હતા એ સમયનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ભાવુક બનેલા યોગી આદિત્યનાથના વીડિયો પાછળનું જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False