શું ખરેખર તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિ દ્વારા તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં ઉત્તરપ્રદેશ ખાતે બનેલી ઘટનાનો વીડિયો છે. આ બનાવ અંગે પોલીસે જયપ્રકાશ મિશ્રા નામના વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Savani નામના ફેસબુક યુઝર દ્વારા 17 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ભક્તને થોડા હાઈલાઈટ કરો એટલે એને પણ ખબર પડે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના……. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિ દ્વારા તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર BM News Network દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 17 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેનાર જયપ્રકાશ મિશ્રા નામના વ્યક્તિની ગોરખપુર પોલીસે ધરપકડ કરી લીધી છે.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. SM News | B Mission TV

ઉપરોક્ત સમાચારોમાં આપેલી માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેનાર જયપ્રકાશ મિશ્રા નામના વ્યક્તિની ગોરખપુર પોલીસે ધરપકડ કરી લીધી છે આ ઘટના વર્ષ 2021 માં બની હતી.

અમારી વધુ તપાસમાં અમને etvbharat.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો અંગેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બાબાસાહેબ આંબેડકરની જયંતિના દિવસે ગોરખપુર ખાતે બાબાસાહેબ આંબેડકર પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ પોલીસે જયપ્રકાશ મિશ્રા નામના વ્યક્તિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં અમને અહેવાલમાં ગોરખપુરના એસએસપી દિનેશકુમાર પી દ્વારા  એવું જણાવવામાં આવ્યું હતું કે, પોતાને રાષ્ટ્રવાદી પાર્ટી આપ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવનારા જયપ્રકાશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે વાંધાજનક પોસ્ટ કરી હતી. પોલીસે આ કેસમાં તેની ધરપકડ કરી છે, હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાંથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં ઉત્તરપ્રદેશ ખાતે બનેલી ઘટનાનો વીડિયો છે. આ બનાવ અંગે પોલીસે જયપ્રકાશ મિશ્રા નામના વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context