વર્ષ 2016માં વિરપુરમાં સિંહ દ્વારા કરવામાં આવેલા મારણના વિડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

હાલ ગુજરાતના સોશિયલ મિડિયામાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એક 2 મિનિટનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, હાલમાં ગુજરાતના અમરેલી જિલ્લાના વિરપુર ગામમાં સિંહ દ્વારા પ્રવેશી અને પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ. જે વિડિયોમાં સિંહને ગામ લોકો દ્વારા બહાર કાઢવાના પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે આ ઘટના હાલમાં નહિં પરંતુ વર્ષ 2016માં બનવા પામી હતી. હાલમાં સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.  

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Raval Pradip નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 7 ઓક્ટોબર 2020ના સિંહ દ્વારા મારણ કરવામાં આવેલો વિડિયો અમરેલી જિલ્લાના વિરપુર ગામનો છે. 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવમાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ ના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર વનઈન્ડિયા હિન્દી ન્યુઝ ચેનલ પર આ વિડિયો 18 ડિસેમ્બર 2016ના પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ કે આ વિડિયો હાલનો નથી. Mirror.co.uk ચેનલ દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ તારીખ 19 ડિસેમ્બર 2016ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

જાગરણ તેમજ ડેઈલીમેલ.યુકે તેમજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

તેમજ અમે અમરેલી સ્થાનિક પ્રસાસન જોડે પણ વાત કરી હતી. તેમણે પણ આ વિડિયો વર્ષ 2016નો હોવાની પૃષ્ટી કરી હતી. તેમજ હાલમાં આ પ્રકારે કોઈ બનાવ ન બન્યો હોવાનું જણાવ્યુ હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમરેલીના વિરપુર ગામનો હોવાની વાત સાચી છે. પરંતુ આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2016નો છે. 

Avatar

Title:વર્ષ 2016માં વિરપુરમાં સિંહ દ્વારા કરવામાં આવેલા મારણના વિડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context