આ વીડિયો વર્ષ 2023માં કર્ણાટકામાં યોજાયેલી ચૂંટણી દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોનું ટોળુ એક કાર માંથી ઈવીએમ તોડતા જોવા મળી રહ્યા છે, બાદમાં કારને ઉધી કરેલી જોવા મળે છે, તેમજ બાદમાં અધિકારી દ્વારા કારને અને તમામ વસ્તુને કબ્જા લઈ અને કાર્યવાહી કરતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં લોકસભા ચૂંટણી દરમિયાનનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં લોકસભા ચૂંટણી દરમિયાનનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને કનક ન્યુઝ ની વેબસાઈટ પર આ જ વીડિયો સાથે પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 10 મે 2023ના પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વિજયપુર કર્ણાટક ખાતે ગ્રામજનો દ્વારા ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન તોડી નાખવામાં આવ્યા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મસાબીનાલા ખાતેના મતદાન કેન્દ્રમાં ગ્રામજનોએ વોટિંગ મશીન તોડી નાખ્યા હતા. ગ્રામજનોએ EVM, VVPAT મશીનો તોડી નાખ્યા હતા, જેના કારણે મતદાન કેન્દ્રમાં ગભરાટ ફેલાયો હતો. તેઓએ ચૂંટણી અધિકારીઓની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને કર્મચારીઓને માર માર્યો હતો. ઘટનાને પગલે પોલીસ અને ડીસીએ સ્થળની મુલાકાત લીધી હતી.”

તેમજ પોલીસ દ્વારા આ ઘટનાને અંજામ આપનાર 23 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રસારિત અહેવાલમાં ઈલેક્શન કમિશન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલની લોકસભાની ચૂંટણીનો નહીં પરંતુ વર્ષ 2023માં કર્ણાટકામાં યોજાયેલી ચૂંટણી દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કર્ણાટકના ઈવીએમ તોડવાના જૂના વીડિયોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
