શું ખરેખર રેલવે પોલીસ દ્વારા ચાલીને જતા મજૂરો પાસેથી લાંચ લેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Deepa Santwani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. અધોગતિશીલ ગુજરાત..!! પગપાળા વતન જતા શ્રમિકો પાસે ગુજરાત સરકારની રેલવે પોલીસ લાંચ કઈ રહી છે.. અમિત શાહ માટે ખોટા સમાચાર ફેલાવતા લોકોની ધરપકડ જો 24 કલાકમાં થઈ શકતી હોય તો ગૃહમંત્રી અમિત શાહ સુધી આ ગરીબોની વેદના કેમ નથી પહોંચી રહી ??” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 62 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવે ટ્રેક પર ચાલીને વતન જતા મજૂરો પાસેથી રેલવે પોલીસ દ્વારા લાંચ લેવામાં આવી રહી છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામા આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને abp અસ્મિતાનો 11 જૂલાઈ 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સુરતમાં રેલવે પોલીસ દારૂની હેરાફેરી કરનાર મહિલાઓ પાસેથી હપ્તા વસૂલ કરી રહી છે. આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, સુરત રેલવે પોલીસ મહિલા બુટલેગર પાસેથી પૈસા વસૂલતી હોવાનો વિડિયો વાયરલ

ARCHIVE

દેશ ગુજરાત દ્વારા 13 જૂલાઈ 2019ના પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રેલવે પોલીસ દળના એક જવાનનો દારૂની હેરાફરી કરતી મહિલાઓ પાસેથી લાંચ લિધાનો વિડિયો વાયરલ થયા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો.

https://twitter.com/DeshGujarat/status/1150020393945559040?s=20

ARCHIVE

અમદાવાદ મિરર દ્વારા 14 જુલાઈ, 2019ના પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો પશ્ચિમ રેલ્વેના સુરત વિભાગમાં ઉતારવામાં આવ્યો હતો અને વાસ્તવિક ઘટનાના થોડા મહિના પછી વાયરલ થયો હતો. વિડિયોમાં જોવા મળતા કોન્સ્ટેબલ જયકાંતને ઇન્ટરનેટ પર વીડિયો સામે આવ્યા બાદ તેમની સેવાઓમાંથી બરતરફ કરાયો હતો.

AHEMDABAD MIRROR | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ એક વર્ષ જૂનો છે. મહિલા બુટલેગર પાસેથી રેલવે પોલીસ દ્વારા લાંચ ઉઘરાવવામાં આવી રહી હતી. વિડિયો વાયરલ થયા બાદ રેલવે પોલીસના કોન્સટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર રેલવે પોલીસ દ્વારા ચાલીને જતા મજૂરો પાસેથી લાંચ લેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False