તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં તણાઈ રહેલી ગાડીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં તણાઈ રહેલી ગાડીઓનો આ વીડિયો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં તણાઈ રહેલી ગાડીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં ભારે વરસાદને કારણે ચીનના ઝેંગ્ઝૌ શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને દુબઈ ખાતે થયેલા ભારે વરસાદની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 17 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દુબઈ ની હાલત જોવો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં તણાઈ રહેલી ગાડીઓનો આ વીડિયો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર અમને piter.tv દ્વારા 21 જુલાઈ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ચીનના ઝેંગ્ઝૌ ખાતે થયેલા ભારે વરસાદને પગલે પૂર આવ્યું હતું જેમાં 25 થી વધુ લોકોના મોત થયા હતા.

Archive

અમારી વધુ તપાસમાં આજ વીડિયો અમને વર્ષ 2021 માં અન્ય કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Post 1 | Youtube Post 2

આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને મસ્ટ શેર ન્યૂઝ દ્વારા પણ વર્ષ 2021 માં પ્રસારિત કરવામાં આવ્યા હતા.

વધુમાં અમને આજ વીડિયો 21 જુલાઈ, 2021 ના રોજ સ્કાય ન્યૂઝના સત્તાવાર ટ્વિટર પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં તણાઈ રહેલી ગાડીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં ભારે વરસાદને કારણે ચીનના ઝેંગ્ઝૌ શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને દુબઈ ખાતે થયેલા ભારે વરસાદની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False