શું ખરેખર રસ્તા પર દોડતા હરણનો આ વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Surat City નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Gujarat Highway.. Animals Are Roaming… Beautiful Nature” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 534 લોકોએ મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાત પરના કોઈ હાઈવે પરનો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમે યુટ્યુબ પર એક યુઝર દ્વારા તારીખ 3 મે 2015ના આ વિડિયો શેર કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેમાં આ વિડિયો કર્ણાટકાનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

અમારી પડતાલને આગળ વધારતા અમે રિટાયર્ડ ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ. આ કાળા હરણનો વિડિયો છે. ગુજરાતમાં આ પ્રકારનો હરણ ભાવનગરના નેશનલ પાર્ક વેલાવદરમાં જોવા મળે છે. 

બાદમાં અમે નેશનલ પાર્ક વેલાવદરના નાયબ વન સંરક્ષક એમ.એચ.ત્રીવેદીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વિડિયો ગુજરાતનો નથી. આ વિડિયો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. આ પ્રકારના રસ્તા આપણા ગુજરાતમાં નથી આવેલા તેમજ આટલી મોટી સંખ્યામાં કાળા હરણ પણ ગુજરાતમાં નથી. આ વિડિયો રાજસ્થાનના ચુરૂ જિલ્લામાં આવેલા તાલછાપર અભ્યારણનો વિડિયો છે. ત્યાં મોટી સંખ્યામાં કાળા હરણ જોવા મળે છે. 

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને રાજસ્થાન ટ્રાવેલ દ્વારા યુટ્યુબ પર તાલછાપર અભ્યારણનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે રાજસ્થાન ચૂરૂના DFO બનવારી લાલ શર્માનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વિડિયો તાલછાપર અભ્યારણનો જ છે. પરંતુ ઘણા વર્ષ પહેલાનો વરસાદના સમયગાળા દરમિયાનનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ રાજસ્થાનના તાલછાપર અભ્યારણનો ઘણા વર્ષ જૂનો છે.

Avatar

Title:શું ખરેખર રસ્તા પર દોડતા હરણનો આ વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False