તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના લોકોને આપવામાં આવેલા સંદેશાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ પાર્ટી છોડીને ગયેલા નેતાઓને જે સંદેશો આપવામાં આવ્યો હતો તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 25 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુજરાત કોંગ્રેસને રાહુલ ગાંધી નો સંદેશ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના લોકોને આપવામાં આવેલા સંદેશાનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ શ્રીનિવાસ દ્વારા 29 સપ્ટેમ્બર, 2021 ના રોજ તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને hindi.news18.com દ્વારા 16 જુલાઈ, 2021 ના રોજ આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ક્યાંય પણ રાહુલ ગાંધીએ આ સંદેશો ગુજરાત કોંગ્રેસને આપ્યો હોવાની કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી. પરંતુ સમાચારમાં રાહુલ ગાંધી દ્વારા એ સમયે કોંગ્રેસ છાડીને ભાજપમાં જોડાયેલા નેતા જ્યોતિરાદિત્ય સિંધીયા માટે આ નિવેદન આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

અમારી વધુ તપાસમાં રાહુલ ગાધીના આજ વીડિયો સાથેના વધુ એક સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા.

રાહુલ ગાંધીનો આજ વીડિયો બોલતા હિંદુસ્તાન દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 16 જુલાઈ, 2021 દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ પાર્ટી છોડીને ગયેલા નેતાઓને જે સંદેશો આપવામાં આવ્યો હતો તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો કોંગ્રેસના લોકોને સંદેશો આપી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context