
Darbar Sanny નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગ્રુપ એડમીન પર *FIR* કરવાનું ચાલુ થઈ ગયું છે।તમામ મિત્રો વિનંતી કે આપણા ગ્રુપ તથા બીજા ગ્રુપ માં પણ વાંધાજનક પોસ્ટ મુકવામો કૃપા કરી સાવધાની રાખજો । આભાર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ગ્રુપ એડમિન પર ફરિયાદ કરવામાં આવી તેની માહિતી આપવામાં આવી રહી છે.”

FACEBOOK | ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો 29 જૂલાઈ 2018ના એક યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેના પરથી એતો સાબિત થઈ ગયુ હતુ કે, આ વિડિયો હાલનો તો નથી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં અધિકારી શું જણાવી રહ્યા છે. તે જાણવુ પણ જરૂરી હતુ. તેથી અમે વિડિયનો ધ્યાનથી સાંભળતા તેઓ જણાવી રહ્યા છે કે, “જો કોઈ પણ વાંધાજનક પોસ્ટ કરે છે, તો તેના ગ્રુપ એડમિન સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.ગ્રુપ એડમિનને ખાતરી હોવી જોઈએ કે, ઓછામાં ઓછા તેમના સભ્યો તેમના આદેશમાં છે કે નહીં. નહિંતર, આવા સભ્યોને તુરંત જ બહાર કરવામાં આવે. જો આવી કોઈ બાબત સામે આવે તો તરત જ કેસ નોંધવામાં આવશે. પોસ્ટ મુકનાર સાથે ગ્રુપ એડમિન સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.”
આમ, ઉપરોક્ત વિડિયોમાં ક્યાંય પણ અધિકારી જણાવી નથી રહ્યા કે, ગ્રુપ એડમિન સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેઓ આગમચેતીના ભાગ રૂપે જણાવી રહ્યા છે કે, હવે ગ્રુપ એડમિન સામે પણ ફરિયાદ નોંધાશે.
સાવચેત રહેવું તેમાં કોઈ ખોટું નથી. પરંતુ ખોટી માહિતી શેર કરવી જોઈએ નહિં, હાલમાં કોરોના કહેર વચ્ચે સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા દાવા સાથે ઘણી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ફેક્ટ ક્રેસન્ડોની ટીમ દ્વારા તમામ વાંચકોને નમ્ર અપિલ કરવામાં આવે છે કે, કોઈપણ પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરતા પહેલા તેની સત્યતા તપાસી લેવી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયોમાં ક્યાંય પણ અધિકારી દ્વારા જણાવવામાં નથી આવ્યુ કે, ગ્રુપ એડમિન સામે ફરિયાદ નોંધવામાં આવી. વર્ષ 2018થી આ વિડિયો ક્લિપ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

Title:શું ખરેખર ગ્રુપ એડમિન પર ફરિયાદ કરવામાં આવી તે અંગે માહિતી આપવામાં આ રહી છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
