ગત વર્ષ યોજાયેલી લોકલ બોડીની ચૂંટણી દરમિયાનના વિડિયોને હાલની વિધાનસભા ચૂંટણીનો વિડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

EVMને લઈ વાયરલ થઈ રહેલો આ વિડિયો હાલનો નહીં પરંતુ ગત વર્ષે યોજાયેલા લોકલ બોડીની ચૂંટણી દરમિયાનનો છે. હાલની ચૂંટણી દરમિયાનનો હોવાની વાત તદ્દન ખોટી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ફેસના મતદાન બાદ ઘણા વિડિયો અને ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આજ પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિડિયો ઉતરાનાર વ્યક્તિ રાત્રીના 8.30 વાગ્યે ઈવીએમ સીલ કરવામાં આવતા હોવાનું જણાવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલની વિધાનસભાની ચૂંટણી દરમિયાનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavesh Gelot નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલની વિધાનસભાની ચૂંટણી દરમિયાનનો છે..”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાન જોયો તો અમને ગુજરાત તક ચેનલનો લોગો જોવા મળ્યો હતો. જેને લઈ અમે ગૂગલ પર સર્ચ કર્યુ હતુ. જેના પરિણામે અમને આ જ વિડિયો પ્રાપ્ત થઈ હતો. જે ફેબ્રુઆરી 2021ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “EVM Sealsમાં ગોટાળા ? Viral Video Must Watch | Local Body Election” જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમે ગૂગલ પર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈવીએમને લઈ આ પ્રકારે કોઈ ફરિયાદ થઈ છે કે નહીં તે જાણવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન અમને ઈન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોંગ્રેસના ગુજરાત પ્રભારી આલોક શર્માએ કેટલાંક મતદાન મથકો પર EVMમાં ​​ખામી હોવાની અને ટીવી ચેનલો દ્વારા ચૂંટણીના પક્ષપાત ભર્યા કવરેજ કરવા અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી.”

જો કે, આ વિડિયો ક્યાંનો છે તે જાણવા નથી મળ્યુ પરંતુ આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021માં ગુજરાત 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. 

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ફેબ્રુઆરી 2021નો છે. હાલની વિધાનસભાની ચૂંટણીની સાથે તેને કોઈ લેવા-દેવા નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગત વર્ષ યોજાયેલી લોકલ બોડીની ચૂંટણી દરમિયાનના વિડિયોને હાલની વિધાનસભા ચૂંટણીનો વિડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By:  Frany Karia 

Result: False