જાણો બ્રિજ લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્રિજ પર લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બ્રિજ પર ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બ્રિજ પર લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તેનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 13 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બ્રિજ પર ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેની ટ્વિટ આમ આદમી પાર્ટી દિલ્હીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 22 માર્ચ, 2023 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. 

Archive

આજ ફોટો સાથેના સમાચાર લાઈવ હિંદુસ્તાન દ્વારા પણ 23 માર્ચ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Archive

અમારી વધુ તપાસમાં અમને આવા જ અન્ય પોસ્ટર સાથેના સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. npg.news | mahanagartimes.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બ્રિજ પર લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તેનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો બ્રિજ લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: Missing Context