
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી રાખી સાવંતના હિજાબ પહેરેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને અભિનેત્રી રાખી સાવંતે હિજાબ પહેરીને સમર્થન કર્યું તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અભિનેત્રી રાખી સાવંતના હિજાબ પહેરેલા જે ફોટો મૂકવામાં આવ્યા છે એ વર્ષ 2021 ના છે. આ ફોટોને કર્ણાટકના હિજાબ વિવાદ કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
હિન્દૂ સૂટર નામના ફેસબુક યુઝર દ્વારા 14 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હિજાબ ના સમર્થન મા ઉતરી રાખી સાવંત . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને અભિનેત્રી રાખી સાવંતે હિજાબ પહેરીને સમર્થન કર્યું તેના આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો m.timesofindia.com દ્વારા 31 ઓગષ્ટ, 2021 ના રોજ તેના એક સમાચારમાં પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, અભિનેત્રી રાખી સાવંત હિજાબ પહેરીને જીમ ગઈ હતી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો વર્ષ 2021 ના છે જેને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Eros Zooming અને Creative screen એ પણ રાખી સાવંતના આ ડ્રેસ વિશે સમાચાર આપ્યા હતા. રાખીએ મીડિયા સાથેની વાતચીતમાં તેણે પહેરેલા આ કપડાં વિશે કહ્યું હતું કે, “આ ડ્રેસ તેના એક મિત્ર દ્વારા ગિફ્ટ કરવામાં આવ્યો હતો. અને તેણે આ ડ્રેસની નીચે જીમના કપડાં પહેર્યાં હતા.”
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, વર્ષ 2018 માં Telly Tweets યુટ્યુબ ચેનલમાં પ્રકાશિત થયેલ એક વીડિયોમાં રાખી સાવંત અને સારા ખાને બુરખા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જેને કારણે લોકોએ પાછળથી સારા ખાન અને રાખી સાવંતનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ સારા ખાન અને રાખી સાવંતે માફી પણ માંગવી પડી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અભિનેત્રી રાખી સાવંતના હિજાબ પહેરેલા જે ફોટો મૂકવામાં આવ્યા છે એ વર્ષ 2021 ના છે. આ ફોટોને કર્ણાટકના હિજાબ વિવાદ કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર રાખી સાવંતે હિજાબ પહેરીને કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને સમર્થન આપ્યું…?
Fact Check By: Vikas VyasResult: False
