
તાજેતરમાં યુક્રેન અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને ફોટા સાથે ઘણી બધી ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં તાજેતરમાં જ શીખ સમુદાયના લંગર દ્વારા લોકોને ભોજન આપવામાં આવી રહેલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનમાં શીખ સમુદાય દ્વારા લોકોને ભોજન માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શીખ સમુદાય દ્વારા લોકોને ભોજન માટે લંગરની વ્યવસ્થાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2016 માં કેનેડા ખાતે શીખ સમુદાય દ્વારા આ પ્રકારે ભોજન માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી તેનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jeet Agath નામના ફેસબુક યુઝર દ્વારા 26 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, યુક્રેન માં શીખ સમુદાય દ્વારા લંગર, ધન્ય -ધન્ય-ધન્ય વધુ લખવા શબ્દો નથી.. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનમાં શીખ સમુદાય દ્વારા લોકોને ભોજન માટે લંગરની વ્યવસ્થા કરવામા4 આવી.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો ‘We the Sikhs’ નામના ફેસબુક પેજ દ્વારા 6 ઓગષ્ટ, 2018 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કેનેડા ખાતે પ્રથમ વાર શીખ સમુદાય દ્વારા મફત ભોજન માટેની ટ્રકની વ્યવસ્થા કરવામાં આવી. કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક વ્યક્તિને ત્યાં ભોજન આપવામાં આવશે. આજ ફોટો તેઓએ 2018 માં તેમના ટ્વિટર હેન્ડલ પર પણ પોસ્ટ કર્યો હતો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વર્ષ 2018 નો છે જેને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો ‘The Desi Stuff’ નામના ફેસબુક પેજ દ્વારા પણ 21 નવેમ્બર, 2016 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો વધુ એક વીડિયો અમને PTC News દ્વારા 13 સપ્ટેમ્બર, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પણ પ્રાપ્ર થયો હતો.
હવે વધુમાં એ પણ જાણવું જરુરી હતું કે, શું ખરેખર શીખ સમુદાય દ્વારા યુક્રેનમાં લોકોને ભાજન માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ?
NDTV દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં અમને એ જાણવા મળ્યું હતું કે, યુક્રેનમાંથી અન્ય પડોશી દેશોમાં સ્થળાંતર માટે ઘણા બધા લોકો યુક્રેનના પૂર્વમાં પોલિશ સરહદ તરફ જઈ રહેલી એખ ટ્રેનમાં મુસાફરી કરતા હતા કારણ કે યુક્રેન દ્વારા તેની એરસ્પેસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ ટ્રેનમાં લંગરમાં ભોજન લઈ રહેલા કેટલાક લોકોનો વીડિયો ખાલસા એડના સ્થાપક અને સીઈઓ રવિન્દરસિંઘ દ્વારા 26 ફેબ્રુઆરી, 2022 ના રોજ તેમના ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શીખ સમુદાય દ્વારા લોકોને ભોજન માટે લંગરની વ્યવસ્થાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2016 માં કેનેડા ખાતે શીખ સમુદાય દ્વારા આ પ્રકારે ભોજન માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી તેનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર તાજેતરમાં યુક્રેન ખાતે શીખ સમુદાય દ્વારા લોકોને ભોજન માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Partly False
