
તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની શુભેચ્છા મુલાકાત કરી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની મુલાકાતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2020 માં જ્યારે અરવિંદ કેજરીવાલે અમિત શાહની શુભેચ્છા મુલાકાત કરી હતી તે સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા 24 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ખાલી શુભેચ્છા મુલાકાત છે હો. બીજી કય ના સમજતા. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની શુભેચ્છા મુલાકાત કરી તેનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર અમને એબીપી અસ્મિતા દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીની વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમિત શાહની મુલાકાત લીધી હતી તે સમયનો આ ફોટો છે.

આજ ફોટો અને માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા સંસ્થાનો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ndtv.com | dnaindia.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની મુલાકાતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2020 માં જ્યારે અરવિંદ કેજરીવાલે અમિત શાહની શુભેચ્છા મુલાકાત કરી હતી તે સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અમિત શાહની મુલાકાતનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Partly False
