
ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“ये तस्वीर उसी यूपी की ही है जहाँ पर गाय के लिए 450 करोड़ का बजट पास हुआ है ! और इंसान के बच्चे कहा पढ़ रहे है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 243 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 19 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 106 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામા આવ્યો હતો કે, “પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે યુપીની શાળાનો ફોટો છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને પાકિસ્તાની વેબસાઈટ SIASAT.PK નામની વેબસાઈટનો તારીખ 10 જૂન 2015નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરતા જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનના પંજાબની શાળાની આ પરિસ્થિતી છે. આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

ત્યારબાદ આજ દિન સુધી જૂદા-જૂદા સમયે પાકિસ્તાનની શાળા અને એનજીઓ દ્વારા સોશિયલ મિડિયામાં આ ફોટોને શેર કરવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.


આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો પાકિસ્તાનની પંજાબ શાળાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો યુપીનો નહિં પરંતુ પાકિસ્તાનના પંજાબની એક શાળાનો છે.

Title:શું ખરેખર ઉત્તર પ્રદેશની શાળાનો આ ફોટો છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
