
મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લુટો લુટો. ધર્મના નામે વોટ આપ્યા તો ભોગવવું પડશે, શિક્ષા, હોસ્પિટલ, સુવિધા થોડી મળે.. કરો મોદી મોદી.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આઈઆઈટીની ફીમાં 12 ગણો વધારો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 2 લાખથી 24 લાખ સુધી ફી કરવામાં આવી શકે છે.”

જો દેશના મોટા ઈન્સ્ટિટ્યુટ દ્વારા આ પ્રકારે ફી વધારાની વિચારણા કરવામાં આવતી હોય તો દેશના તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય આ સમાચાર કાનપુરથી લખાયેલા હોવાનું જાણવા મળ્યુ હતુ. તેથી શું ખરેખર આઈઆઈટીની ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે કે કેમ તે જાણવુ જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વર્ષ 2016માં આ પ્રકારની વાત સામે આવી હતી. અને તમામ મિડિયા દ્વારા આ અંગેની નોંધ લેવામાં આવી હતી.

વર્ષ 2016માં જ આ પ્રમાણે ફીનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આઈઆઈટીમાં બીટેકની ફી બે સેમેસ્ટરની બે લાખ કરવામાં આવી હતી. જે મુજબ 8 સેમેસ્ટરની ફી 8 લાખ રૂપિયા થાય છે. જે પહેલા 3.60 લાખ હતી. 24 લાખ કરવાની વાત પણ ખોટી છે.
જો કે, આઈઆઈટીની ફીમાં વર્ષ 2020-21માં કોઈ વધારો કરવામાં ન આવ્યો હોવાનું HRD મિનિસ્ટર રમેશ પોખરિયલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

તેમજ હાલનું આઈઆઈટીનું ફી સ્ટ્રક્ચર તમે વાંચી શકો છો. જેમાં પણ બીટેક 8.50 લાખમાં પુર્ણ થઈ જાય તે માહિતી આપેલી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું ન્યુઝપેપરનું કટિંગ હાલનું નહિં પરંતુ વર્ષ 2016નું છે. તેમજ વર્ષ 2020-2021માં આઈઆઈટીની ફીમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. જેની પૃષ્ટી કેન્દ્રિય મંત્રી રમેશ પોખરિયલ દ્વારા કરવામાં આવી છે.

Title:શું ખરેખર IITની ફીમાં બાર ગણો વધારો કરવામાં આવી રહ્યો છે.? જાણો શું છે સત્ય.
Fact Check By: Yogesh KariaResult: False
