
TV Report 18 – टीवी रिपोर्ट નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન સંસદ માંથી ઘરે જવા સાઇકલ નો ઉપયોગ કર્યો જુઓ વિડિયો…. વધુ માં વધુ શેર કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 1 વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ, 6225 લોકોએ આ વિડિયોને નિહાળ્યો હતો. તેમજ 46 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે “બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસને સંસદ થી ઘરે જવા સાઈકલનો ઉપયોગ કર્યો.”

ઉપરોક્ત પોસ્ટમાં એક વિડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં હાલના બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સાઈકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. પોસ્ટ સાથે લખવામાં આવ્યુ છે કે, “બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સંસદ માંથી ઘરે જવા સાઈકલનો ઉપયોગ કર્યો.” કોઈ દેશના પ્રાઈમ મિનિસ્ટર આ પ્રકારે સાઈકલ ચલાવી જતા હોય અને કોઈ સિક્યુરિટી ન હોય તે ખરેખર આશ્રય દર્શાવતુ હતુ. તેથી અમે આ પોસ્ટની પડતાલ/તપાસ કરવાનું નક્કી કર્યુ હતું.
સૌપ્રથમ અમે ગૂગલ પર “Boris Johnson British pm used bicycle to live parliament” લખતા અમને ઘણા પરિણામો મળ્યા હતા. પરંતુ તેમાં પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા પણ અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને VK.COM નામની વેબસાઈટ પરનો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જે આર્ટીકલ 27 સપ્ટેમ્બર 2016ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પણ મુકવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ “London Mayor Boris Johnson rides a bicycle” જે તમે નીચે જોઈ શકો છો.

“London Mayor Boris Johnson rides a bicycle” કી-વર્ડ યુટ્યુબમાં લખતા અમને Nick Smith નામના યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2012ના અપલોડ કરેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થયુ હતુ કે, આ વિડિયો 2012નો છે હાલનો નથી. તો 2012માં બોરીસ જોનસન ક્યાં હોદા પર હતા તે જાણવું પણ જરૂરી હતું. ગૂગલ પર અલગ-અલગ કીવર્ડથી સર્ચ કરતા જાણવા મળ્યુ હતું કે, વર્ષ 2008 થી 2016 સુધી બોરીસ જોનશન લંડનના મેયર તરીકે રહ્યા હતા.

ત્યારબાદ એ જાણવું પણ જરૂરી હતું કે, બોરિસ જોનશન બ્રિટનના વડાપ્રધાન ક્યારે બન્યા..? દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, બોરિસ જોનશનની 24 જૂલાઈ 2019ના બ્રિટનના વડાપ્રધાન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2012નો છે હાલનો આ વિડિયો નથી. તેમજ બોરીન જોનશન વર્ષ 2019માં બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. આ વિડિયો જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે તેઓ લંડનના મેયર હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2012નો છે હાલનો આ વિડિયો નથી. તેમજ બોરીન જોનશન વર્ષ 2019માં બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. આ વિડિયો જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે તેઓ લંડનના મેયર હતા.

Title:શું ખરેખર બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર સંસદ થી ઘરે જવા સાઈકલનો ઉપયોગ કરી રહ્યા છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
