
ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન નામના ફેસબુક પેજ દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્લાહુ અકબર બૈશક અલ્લાહ બેહતર ફૈસલા કરનેવાલા હે….. આ છે ચાઈનાનુ એ દશ્ય અલ્લાહ ના અજાબથી જે ચાઈના ગઇકાલ સુધી મુસ્લિમ હોવા પર જુલ્મ કરતુ હતુ આજે ચાઈના ના નોનમુસ્લિમ લોકો જુમ્માની નમાજ મા સરિક થઈ રહ્યાં છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં કોરોના વાયરસ ફેલાયો એના પછી ગેરમુસ્લિમ લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી તેનો છે. આ પોસ્ટને 17 લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો ચીનમાં કોરોના વાયરસ ફેલાયો એના પછી ગેરમુસ્લિમ લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી તેનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Mak Mohamed નામના એક ફેસબુક યુઝર દ્વારા આ વીડિયોને 5 જૂન, 2019 ના રોજ ફેસબુક પર શેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, “ચીનમાં ઈદની પ્રાર્થના, યિવુ, ઝેજીંગ પ્રાંત.” જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ મેક મોહમ્મદ દ્વારા જૂન 2019 માં પોસ્ટ કરવામાં આવેલા વીડિયો અને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોની સરખામણી કરતાં બંને વચ્ચે ઘણી સમાનતા જોવા મળી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

મેક મોહમ્મદની ફેસબુક પ્રોફાઇલને જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, તે એક ભારતીય છે જે છેલ્લા 17 વર્ષથી ચીનમાં રહે છે. તેના દ્વારા શેર કરેલી અન્ય ઘણી પોસ્ટ્સ પર ધ્યાન આપતાં ટ્રાફિકને ડાઇવર્ટ કરવા અને મુસ્લિમોને રસ્તાઓ પર પ્રાર્થના કરવાની છૂટ આપવા માટે ચીની સરકાર કેટલી ઉદાર રહી છે તેના પર પોતાનો મત વ્યક્ત કરતી પોસ્ટ કરવામાં આવી હતી. વિશ્વના અન્ય ભાગોની તુલનામાં ચીનમાં કોઈ પણ ભેદભાવ વિના દરેક વ્યક્તિ ખુશ છે. જે તમે નીચે જોઈ શકો છો.

Facebook Link 1 | Facebook Link 2
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનના યિવુમાં જૂન 2019 માં ઈદના દિવસે અદા કરવામાં આવેલી નમાજનો છે જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનના યિવુમાં જૂન 2019 માં ઈદના દિવસે અદા કરવામાં આવેલી નમાજનો છે જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ચીનમાં કોરોના વાયરસથી બચવા માટે ગેરમુસ્લિમ લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
