શું ખરેખર મુકુલ વાસનિકનું કોરોના કારણે મોત થયુ છે અને તેની અંતિમવિધિના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Samrpan News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. 1500કરોડ નો માલિક મુકુલ વાસનીક પુના માં કોરોના થી મરણ જોઈ લો કેવી અંતિમ વિદાય થાય છે…. પ્લીજ …ખાસ કરી ને પુરુષ ધંધા નોકરી માટે બહાર જતા હોય છે તો મારા ભાઈ ઓ એક્ટિવ રહો …કોરોના થી ….કારણ કે આપણો પરિવાર આપણા થી જ સુરક્ષિત છે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુકુલ વાસનીકનું કોરોના કારણે મોત થયુ છે અને તેમની અંતિમ વિધિનો આ વિડિયો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મહારાષ્ટ્રના એક ફેસબુક યુઝર દ્વારા આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમાં આ વિડિયો થાણેના કોર્પોરેટર મુકુન્દ કેનીનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/watch/?ref=search&v=1815090645298934&external_log_id=bfd2b5e0-a960-4e7a-ab71-934e5b3da06a&q=%E0%A4%95%E0%A4%BE%E0%A4%AF+%E0%A4%95%E0%A4%BE%E0%A4%AE%E0%A4%BE%E0%A4%9A%E0%A5%80+%E0%A5%A7%E0%A5%AB%E0%A5%A6%E0%A5%A6+%E0%A4%95%E0%A5%8B%E0%A4%9F%E0%A5%80%E0%A4%82%E0%A4%9A%E0%A5%80+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A5%89%E0%A4%AA%E0%A4%B0%E0%A5%8D%E0%A4%9F%E0%A5%80

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 16 જૂન 2020ના પ્રસારિત દૈનિક લોકમતનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોર્પોરેટર મુકુંદ કેનીના અંતિમ સંસ્કારનો બનાવટી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુકુંદના પુત્ર મંદાર કેનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.” 

LOKMAT | ARCHIVE

ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા થાણેના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. જી. દરેકરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલુ છે.

ફેક્ટ ક્રેસસેન્ડો સાથે વાત કરતાં, કોર્પોરેટરના પુત્ર મંદાર કેનીએ સ્પષ્ટતા કરી હતી કે, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે તેના પિતાના અંતિમ સંસ્કારનો નથી. થાણેમાં તેમના પિતાની અંતિમ વિધિ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. તેઓએ તેને ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા. તમે તેને નીચે જોઈ શકો છો.

તેમજ વિડિયોને ધ્યાનથી જોતા તેમાં એમ્બ્યુલન્સમાં વસઈ નગરપાલિકા લખવામાં આવેલુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે વસઈ તાલુકામાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની શોધ કરી હતી. તે સમયે જાણવા મળ્યું કે કોરોનાને કારણે એક પોલીસ અધિકારીનું મોત થયુ હતું. કર્મચારીના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય માડયેનો સંપર્ક સાધ્યો હતો અને તેમણે વીડિયો જોઈ અમને જણાવ્યુ હતુ કે, આ વિડિયો નાલાસોપારાનો સ્મશાન ગૃહનો છે.

તેમજ અમને મુકુલ વાસનીકના કોરોના મૃત્યુ અંગેના કોઈ સમાચાર પ્રાપ્ત થયા ન હતા. તેમજ અમે સીધો જ મુકુલ વાસનીકનો સંપર્ક સાધતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, તેઓના નામે ખોટો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુકુલ વાસનીકના અંતિમ સંસ્કારનો નથી. તેઓનું મૃત્યુ નથી થયુ તેમજ વિડિયો પુનાનો નહિં પરંતુ નાલાસોપારામાં એક પોલીસ કર્મચારીના અંતિમ સંસ્કારનો છે.

Avatar

Title:શું ખરેખર મુકુલ વાસનિકનું કોરોના કારણે મોત થયુ છે અને તેની અંતિમવિધિના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False