
જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun નામના ફેસબુક ગ્રુપ દ્વારા 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કેટલી સલામ આપશો આ ભાઈ ને?. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બેંગ્લોરના મધુ એનસી નામના બસ કંડક્ટરે નોકરી કરવાની સાથે સાથે મહેનત કરીને UPSC ની પ્રિલીમ તેમજ મુખ્ય પરીક્ષા પાસ કરી લીધી છે. આ પોસ્ટને 165 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર બેંગ્લોરના મધુ એનસી નામના બસ કંડક્ટરે નોકરી કરવાની સાથે સાથે મહેનત કરીને UPSC ની પ્રિલીમ તેમજ મુખ્ય પરીક્ષા પાસ કરી લીધી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને hindi.asianetnews.com નામની એક વેબસાઈટ દ્વારા 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધુ એનસી બેંગ્લોરના મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કંડક્ટરની ફરજ બજાવી રહ્યા છે. તેમણે એવો દાવો કર્યો હતો કે, 2019 માં તેઓએ UPSC ની પરીક્ષા આપી હતી. જેનું હાલમાં જ પરિણામ આવ્યું છે અને એ પરિણામના લિસ્ટમાં પોતાનું પણ નામ હોવાનું જણાવી રહ્યા છે.
પરંતુ વધુ તપાસમાં એ જાણવા મળ્યું હતું કે, 2020 બહાર પાડવામાં આવેલા UPSC ઉમેદવારોના પરિણામની યાદીમાં ક્યાંય પણ આ બસ કંડક્ટર મધુ એનસીનું નામ ન હતું. વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે, મધુ બસ કંડક્ટર દ્વારા મધુના નામની જે માર્કશીટ લોકો અને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી એ તેમની પોતાની નહીં પરંતુ એક મધુ કુમારી નામની છોકરીની હતી. આ મામલે હજુ આગળની તપાસ ચાલુ છે.

અમારી વધુ તપાસમાં બેંગ્લોર મિરરના એડિટર રવિ જોશી દ્વારા પણ ટ્વિટર પર મધુ એનસી બસ કંડક્ટર દ્વારા UPSC ની પરીક્ષા પાસ કરવા અંગેની ટ્વિટ કરવામાં આવી હતી. પરંતુ તેમને સાચી માહિતીની ખબર પડતાં જ એ ટ્વિટ ડિલીટ કરીને પોતાની ભૂલ થઈ હોવાનું કહી સાચી માહિતી ટ્વિટર પર મૂકી હતી. જે ટ્વિટ પણ તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને hmtv News નામની એક સમાચાર ચેનલ દ્વારા પણ 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ મધુ એનસી નામના બસ કંડક્ટર દ્વારા UPSC ની પરીક્ષા પાસ કરી હોવાની માહિતી ખોટી હોવાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમને યુટ્યુબ પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટી સાબિત કરતો એક અન્ય વીડિયો પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. The Logical Indian
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બેંગ્લોરના મધુ એનસી નામના બસ કંડક્ટરે નોકરી કરવાની સાથે સાથે મહેનત કરીને UPSC ની પ્રિલીમ તેમજ મુખ્ય પરીક્ષા પાસ કરી લીધી હોવાની માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બેંગ્લોરના મધુ એનસી નામના બસ કંડક્ટરે નોકરી કરવાની સાથે સાથે મહેનત કરીને UPSC ની પ્રિલીમ તેમજ મુખ્ય પરીક્ષા પાસ કરી લીધી હોવાની માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર બસ કંડક્ટરે પાસ કરી UPSC ની મુખ્ય પરીક્ષા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
