
Kheti – Jagat આપ ખેતી કરો છો તો આ પેજ લાઈક કરો નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બુટલેગરોના અચ્છે દિન આવી ગયા, પણ ખેડુતના કયારે આવશે? બારમાસી કાગદી લિંબુના અેકદમ તાજા રોપા લેવા માટે 7621882875 ફોન કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકો તેમના મંતવ્યો જણાવ્યા હતા. 15 લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા. તેમજ 117 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં 20 લિટર દારૂ સાથે પકડાશો તો જેલમાં નહિં જવુ પડે. જેલની સજા વિના મુક્તિ મળી જશે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાત એક ડ્રાઈ સ્ટેટ છે. તેમજ દારૂને લઈ ગુજરાતમાં કડક અમલવારી કરવામાં આવે છે. ત્યા જો સરકાર દ્વારા આ પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો હોય તો તે મોટી વાત છે. અને ગુજરાતના સ્થાનિક મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં જ આવી હોય. તેથી સૌ પ્રથમ અમે ગૂગલ પર “20 લિટર દારૂ સાથે પકડાયેલી વ્યક્તિને જેલની સજા વિના મુક્તિ મળશે” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે કે કેમ તે તપાસ કરતા અમને ડેપ્યુટી સેક્રેટરી આશિષ વાલા દ્વારા બહાર પાડવામાં આવેલુ ડ્રાફ્ટ નોટીફીકેશન પ્રાપ્ત થયુ હતુ. જે ડ્રાફ્ટ નોટીફિકેશન છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, ગુજરાત પ્રોહિબિશન રૂલ્સ 2012ના 9માં સુધારો કરવામાં આવ્યો છે. જે હજુ કાયદો નથી બન્યો, જો આ સુધારા સામે કોઈ વાંધો ન ઉઠાવે તો 30 દિવસ પછી જ આ સુધારો અમલી કરાશે. જે નોટીફિકેશન આપ નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકાર સાથે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ હજુ એક ડ્રાફ્ટ નોટિફિકેશન છે. ડ્રાફ્ટ નોટિફીકેશન પાસ થઈ જશે ત્યાર બાદ કાયદામાં કરવામાં આવેલો સુધારો લાગુ પડી જશે. પરંતુ ત્યારબાદ પણ તમને જેલની સજા તો થઈ જ શકે છે. કોર્ટમાં કાર્યવાહી દરમિયાન તમે દોષિત સાબિત થાવ તો તમને જેલની સજા અને રોક્ડનો દંડ થઈ જ શકે છે.”
આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, હાલ 5 જુલાઈ 2019ના તમે દારૂ સાથે 20 લિટર દારૂ સાથે પકડાવ તો તમારી સામે કાર્યવાહી કરવામાં જ આવશે અને તમને જેલમાં પણ મોકલવામાં આવશે, અને જ્યારે ડ્રાફ્ટ નોટિફીકેશન પાસ થઈ જશે ત્યાર બાદ કાયદામાં કરવામાં આવેલો સુધારો લાગુ પડી જશે. પરંતુ ત્યારબાદ પણ તમને જેલની સજા તો થઈ જ શકે છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હાલ નિયમમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે અને તે માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. જો ડ્રાફ્ટ નોટિફિકેશન સામે કોઈ વાંધો નહિં ઉઠાવે તો જ કાયદામાં સુધારો કરવામાં આવશે, તેમજ નિયમમાં સુધારા બાદ પણ તમે 20 લિટર દારૂ સાથે પકડાવ છો. તો પણ તમને જેલની સજા થઈ જ શકે છે.

Title:શું ખરેખર ગુજરાતમાં 20 લિટર દારૂ સાથે પકડાશો તો જેલમાં નહિં જવુ પડે…? જાણો શું છે સત્ય……
Fact Check By: Yogesh KariaResult: False
