
સોશિયલ મિડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જે મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લગભગ સો વર્ષ પહેલા ભારતના એક રૂપિયાની કિંમત 13 યુએસ ડોલર હતી. એટલે કે ભારતનું ચલણ અમેરિકા કરતાં વધુ મજબૂત હતું. જેમાં વધુ જણાવવામાં આવ્યુ હતુ કે, “વર્ષ 1917માં ભારતના 1 રૂપિયા બરાબર 13 અમેરિકન ડોલર હતા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. વર્ષ 1917માં એક રૂપિયાની કિંમત 13 ડોલર નહોતી. તે સમયે એક રૂપિયાની નોટ 0.31 ડોલર જેટલી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Real Gujaraties નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 January 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વર્ષ 1917માં ભારતના 1 રૂપિયા બરાબર 13 અમેરિકન ડોલર હતા.”

FACT CHECK
અમે ગૂગલમાં અલગ-અલગ કીવર્ડ વર્ડ સાથે વાયરલ ક્લેમ અંગે સર્ચ કરીને તપાસ શરૂ કરી. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન એટલે કે, 1917માં પ્રથમ વખત એક રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. જોકે ભારતીય રૂપિયો 1861થી ચલણમાં હતો, તે સમયે તે ચાંદીના સિક્કાના રૂપમાં હતો. જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું, ત્યારે ચાંદીને ઓગાળવાનું શરૂ થયું. તેથી, 30 નવેમ્બર 1917 ના રોજ, બ્રિટિશ ભારતમાં એક રૂપિયાની નોટ જારી કરવામાં આવી.
1917ની વાત કરીએ તો એક રૂપિયાની કિંમત 10.7 ગ્રામ ચાંદીની બરાબર હતી.

તે સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું અને બ્રિટિશ પાઉન્ડમાં વેપાર થતો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, વર્ષ 1917માં એક રૂપિયાની કિંમત 0.066 પાઉન્ડની બરાબર હતી. સાદા આંકડામાં વાત કરીએ તો 15 રૂપિયાનો એક પાઉન્ડ થયો.
તે વર્ષે, એક પાઉન્ડની કિંમત લગભગ 4.7 યુએસ ડોલર હતી.
જો તમે ગણિત કરશો તો તમને ખબર પડશે કે 1917માં એક રૂપિયાની કિંમત ખરેખર 0.3133 યુએસ ડોલર હતી. એટલે કે એક ડોલરનો અર્થ 3.33 રૂપિયા થતો હતો.
આનો અર્થ એ થયો કે 1917માં ભારતીય ચલણ અમેરિકન ચલણ કરતા નબળુ હતુ.
RBI અનુસાર, 2014ના અંતે એક રૂપિયાનું મૂલ્ય 63.33 યુએસ ડોલર હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. વર્ષ 1917માં એક રૂપિયાની કિંમત 13 ડોલર નહોતી. તે સમયે એક રૂપિયાની નોટ 0.31 ડોલર જેટલી હતી.

Title:શું ખરેખર 1917માં એક રૂપિયાની કિંમત 13 યુએસ ડોલર હતી…?
Fact Check By: Yogesh KariaResult: False
