પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો નંબર 9090902024 ભજપના જનસંપર્કથી જન સમર્થન અભિયાનને સમર્થન માટેનો છે. આ નંબરને યુનિફોર્મ સિવિલ કોડ સાથે કોઈ લેવા-દેવા નથી.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને સમર્થન કરવા માટેના એક મિસ્ડ કોલ માટેના નંબરનો મેસેજ આપવામાં આવ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટે તમે 9090902024 પર મિસ્ડ કોલ કરીને સહયોગ કરી શકો છો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 28 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટે તમે 9090902024 પર મિસ્ડ કોલ કરીને સહયોગ કરી શકો છો.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ન્યાય મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી મુજબની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ નંબર સાથેની ટ્વિટ ભાજપ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 29 જૂન, 2023 ના રોજ કરવામાં આવી હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભાજપ સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂરા થવા બદલ ‘જનસંપર્કથી જન સમર્થન’ અભિયાન સાથે જોડાવા માટે તમે 9090902024 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો.

વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેની અન્ય ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Tweet 1 | Tweet 2 | Tweet 3

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટેનો જે નંબર 9090902024 મૂકવામાં આવ્યો છે એ ભજપના જનસંપર્કથી જન સમર્થન અભિયાનને સમર્થન માટેનો છે. આ નંબર સાથેની માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:યુનિફોર્મ સિવિલ કોડના સમર્થન માટે કોઈ નંબર જાહેર નથી કરાયો...જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False