વડાપ્રધાનના યુરોપ પ્રવાસની એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ કરવામાં આવી રહી છે. તેમાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝો સાથે બેઠેલા જોઈ શકો છો. તેમની પાછળની દિવાલ પર પંડિત જવાહરલાલ નેહરુની તસવીર પણ દેખાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર જ્યાં વાત કરી રહ્યા છે ત્યાં દિવાલ પર નેહરુની તસવીર છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ તસવીર ડિજીટલ એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહી છે. મૂળ ફોટામાં દિવાલ પર કોઈ ફોટો નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર જ્યાં વાત કરી રહ્યા છે ત્યાં દિવાલ પર નેહરુની તસવીર છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 3 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ફેસબુક પેજ પર આ ઈમેજ પ્રાપ્ત થઈ હતી. તમને તેમાં ક્યાંય નેહરુજીની તસવીર જોવા નહીં મળે. તમે નીચે જોઈ શકો છો.

ફેસબુક

આ પોસ્ટમાં ઉપર દેખાતી તસવીર સાથે વધુ ત્રણ તસવીરો શેર કરવામાં આવી છે. વધુ માહિતીમાં, તેમણે લખ્યું કે ચાન્સેલર સ્કોલ્ઝ સાથે તેમણે વેપાર, વાણિજ્ય, નવીનતા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો વિશે વાત કરી. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે ભારત અને જર્મની ઘણા વિષયો પર સાથે મળીને કામ કરી રહ્યા છે.

તમે નીચે આ પોસ્ટ જોઈ શકો છો.

ફેસબુક | સંગ્રહ

તમે જોઈ શકો છો કે મૂળ ચિત્રમાં જવાહરલાલ નેહરુની કોઈ તસવીર નથી. તમે નીચે આપેલા તુલનાત્મક ચિત્રમાં વાયરલ ચિત્ર અને મૂળ ચિત્ર વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

હાલમાં વડાપ્રધાન મોદી ત્રણ દેશોના યુરોપના પ્રવાસે ગયા છે. 2જીએ તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટોને ડિજીટલ એડિટ કરવામાં આવ્યું છે. મૂળ ફોટોમાંની દિવાલ જવાહરલાલ નેહરુની તસવીર નથી.

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરના મીટિંગ રૂમમાં જવાહરલાલ નેહરુની તસવીર હતી…? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: Altered