ગત તારીખ 5 એપ્રિલના “बेखोफ Gujju” નામના પેજ દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.. આ પોસ્ટમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે આજતક ચેનલમાં નરેન્દ્રમોદી પોતાના ભાષણ દરમ્યાન “मैने कभी नहीं कहा कि में सारे वादे पूरे करूँगा – पीएम मोदी” આ શબ્દ બોલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, અને લખવામાં આવ્યુ હતુ કે, ભક્તો. ગુજરાતીમાં આને હાથ અધ્ધર કરી નાખ્યા કહેવાય..આ પોસ્ટ પર 1100થી વધૂ લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 87 લોકોએ પોતાના મંતવ્ય આપ્યા હતા તેમજ 1300થી વધૂ લોકોએ આ પોસ્ટને શેર કરી હતી.

ARCHIVED

ઉપરોક્ત પોસ્ટની તપાસ કરવી જરૂરી જણાતા અમે સૌ પ્રથમ ગૂગલની મદદ લેવાનુ નક્કી કર્યૂ હતુ અને “मैने कभी नहीं कहा कि में सारे वादे पूरे करूँगा – पीएम मोदी” લખ્યુ હતુ અને ઘણા પરિણામો મળ્યા હતા.

GOOGLE | ARCHIVE

જેમા પ્રથમ જ લીંકમાં ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વિડિયો અમને મળ્યો હતો, માટે આ લીંક પર ક્લિક કરી અમે આજતકનો 2.25 મિનિટનો આ વિડિયો સાંભળ્યો હતો. પરંતુ આ લીંકમાં નરેન્દ્ર મોદી ક્યાય પણ એવુ નથી બોલ્યા કે, “मैने कभी नहीं कहा कि में सारे वादे पूरे करूँगा – पीएम मोदी” તેઓ એવુ બોલ્ચા હતા કે, “मैने कभी ये दावा नही किया के सारे काम पूरे हो गए, लेकिन इतना जरुर हे की मैने ईमानदारी से दिन रात एक करके आपके जीवनको आसान बनाने देश के विकास के लिए हर पल दोड़ता रहा हु, काम करता रहा हु |” આમ આજતક દ્વારા નરેન્દ્ર મોદીના નિવેદનને ખોટી રીતે લોકો સુધી પહોચાડવામાં આવ્યુ છે.

ARCHIVE

જો કે, આ 2.25 મિનિટના વિડિયો સિવાય મોદી પોતાની ઉત્તર પ્રદેશના અમરોહાની 5 એપ્રિલની રેલી દરમિયાન ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનુ બોલ્યા છે કે, કેમ તે જાણવા અમે યુ ટયુબ પર PM Modi addresses Public Meeting at Amroha, Uttar Pradesh” લખતા અમને નરેન્દ્ર મોદીની 5 એપ્રિલની અમરોહાની રેલીનુ 30 મિનિટનુ ભાષણ મળ્યુ હતુ, પરંતુ આ 30 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદીએ “मैने कभी नहीं कहा कि में सारे वादे पूरे करूँगा – पीएम मोदी” આ પ્રકારનુ નિવેદન આપ્યુ નથી. આજતક ન્યુઝ ચેનલમાં નરેન્દ્ર મોદી જે નિવેદન કરી રહ્યા છે, તે નીચેના વિડીયોમાં સાંભળવામાં 27.53 મિનિટથી સાંભળી શકાય છે.

ARCHIVE

વધૂમાં ફેસબૂક પર આ પોસ્ટ અંગે સર્ચ કરતા BJP GUJARAT ના ઓફિસિયલ પેજ પર અમને એક વિડિયો મળ્યો હતો. જેમાં ભાજપા દ્રારા પણ ઉપરોક્ત પોસ્ટને ખોટી સાબિત કરતો એક વિડિયો મુકવામાં આવ્યો હતો અને જેમાં એન્કર જે ખોટુ બોલે છે તે અને નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં શુ બોલે છે તે દર્શાવ્યુ છે અને લખવામાં આવ્યુ છે કે “आज तक ने प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के भाषण पर दिखाई गलत खबर।આમ ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે, કારણ કે, નરેન્દ્ર મોદીએ તેમની રેલીમાં ક્યાય પણ આ પ્રકારનુ નિવેદન આપ્યુ નથી. આજતક ન્યુઝ ચેનલ દ્રારા ખોટી રીતે આ સમાચારને લોકો સમક્ષ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

Avatar

Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરેલા વાયદા વિશે શું કહ્યુ ! જાણો શું છે સત્ય.....

Fact Check By: Frany Karia

Result: False