શું ખરેખર સુરત સિવિલ હોસ્પિટલનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Surat News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુવો મિત્રો સિવિલ ની હાલત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12000થી વધુ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 370 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3300 લોકો દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરત સિવિલ હોસ્પિટલનો છે.” 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટીવીનાઈન ભારતવર્ષનો 13 સપ્ટેમ્બર 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મુંબઈની KEM હોસ્પિટલમાં દર્દીના મૃત્યુને લઈ પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો.” 

ARCHIVE

તેમજ આ કેસમાં હોસ્પિટલ દ્વારા દર્દીના સંબંધીઓ સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “KEM હોસ્પિટલના ડીન દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે મૃતકનો ઇસીજી રિપોર્ટ ફ્લેટ લાઇન બતાવવામાં આવી રહ્યો છે. જ્યારે દર્દીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. છતા પણ મહિલા અધિકારી પર દબાણ બનાવવામાં આવ્યુ અને આઈસીયુ મશીન ચાલુ કરવવામાં આવ્યુ હતુ.

Businessupturn | Archive

હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રસારિત અહેવાલમાં KEM હોસ્પિટલના ડીન હસમુખ દેશમુખનું નિવેદન પણ પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમે તેનું ઇસીજી કર્યું, જેણે સાબિત કર્યું કે દર્દી મરી ગયો હતો. પરંતુ પરિવારજનો દ્વારા તેમને ધમકાવ્યા બાદ ડોકટરોએ તેને વેન્ટિલેટર પર મૂક્યો હતો અને વેન્ટિલેટર ફેફસામાં હવાનું દબાણ કરે છે જે અવાજ કરે છે. તેમના પ્રારંભિક પોસ્ટમોર્ટમમાં જણાવાયું છે કે તેનું મૃત્યુ કાર્ડિયક અરેસ્ટના કારણે થયું હતું. દર્દીના મૃત્યુ બાદ 30થી વધુ લોકો હોસ્પિટલમાં આવ્યા હતા અને ડોકટરને ધમાકાવવા અને દૂરવ્યવહાર કરવાનું શરૂ કર્યુ હતુ અને તેઓએ સરકારી રેકોર્ડ પણ ફાડી નાખ્યા હતા. 10 સપ્ટેમ્બરના આ મુદ્દે અમે પોલીસ સાથે વાત કરી હતી અને આ જ ઘટનાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

HINDUSTAN TIMES | ARCHIVE

KEM હોસ્પિટલના ડોકટરો મુજબ, તે વ્યક્તિ મરી ગઈ હતી, પરંતુ સગા-સંબંધીઓએ બળજબરીથી વેન્ટિલેટરને મૃત શરીર સાથે જોડ્યું હતું. જો કોઈ મૃત વ્યક્તિની સાથે વેન્ટિલેટર શરૂ કરવામાં આવે, તો તે મૃત શરીરની છાતીની અંદર દબાણ કરે છે જે બદલામાં છાતીની ગતિ બાદમાં વેન્ટિલેટર મોનિટર પર વધઘટ દર્શાવે છે. વિડિયોમાં દેખાતું મશીન ઇસીજી ટ્રેકર નહીં પણ વેન્ટિલેટર મોનિટર મશીન હતું. જો કે, દર્દી પહેલાથી જ બ્રેઈન ડેડ હતો. KEM રેસિડન્ટ ડોકટરના અધ્યક્ષ દિપક મુંઢે દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર વિડિયોના સ્ક્રિન શોટ સાથે આ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/photo.php?fbid=3745001002217779&set=a.144225515628697&type=3&__xts__%5B0%5D=68.ARDtLYLmfZvlraWJhSeuLd_bcbCno2YwnYUYq2XJzOlxQx5x6gTm_p31HKCuWiQZFNOb-Ywj__DB3p8NVYY6e8aAkdgVkgFXTwjshlRQfeAbpYYeH4uECPhD5R5sjQkK4WSLjIRwTPYx3kmZp8Fk8VvbM81UJzjZGW_Yi_Z_3OiwVhYr_4yd1zGZDU41MsBCTNAzW_Fjz2J8oU3q&__tn__=-R

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરતની સિવિલ હોસ્પિટલનો નહિં પરંતુ મુંબઈની KEM હોસ્પિટલનો છે. જો કે, વિડિયોમાં દેખાઈ રહેલ દર્દી મૃત્યુ પામ્યો હોવાનું હોસ્પિટલના ડીન હસમુખ દેશપાંડે દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. 

Avatar

Title:શું ખરેખર સુરત સિવિલ હોસ્પિટલનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False