
The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 361 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 449 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હોંગકોંગમાં સંસદમાં ઘુસી લોકોએ સાંસદોને મારમાર્યો હતો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘होंगकोंग में जनताने संसद में घूसकर भ्रष्ट सांसदों की पिटाई की’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથઈ msn.com નામની વેબસાઈટ દ્વારા તારીખ 12 મે 2019ના દૈનિક ભાસ્કર દ્વારા પ્રસારિત એક અહેવાલ અમને પ્રાપ્ત થયો હતો. જેમાં સંસદની અંદર સાંસદો જ બાખડ્યા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે અહેવાલ આપ નીચે વાંચી શકો છો.

તેમજ આવાઝ ઈન્ડિયા ન્યુઝ નામની ચેનલ દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામ બાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર ‘In Hong Kong, masses beat up corrupt MPs in Parliament’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, 9 જૂન 2019ના હોંગકોંગ પાર્લામેન્ટની સામે લોકો દ્વારા એક્સ્ટ્રાએડિશનલ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જે વિરોધના પગલે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. પરંતુ લોકોએ પાર્લામેન્ટમાં ઘુસીને સાંસદોને મારમાર્યા હોવાનું ક્યાંય પણ સાબિત થતુ નથી. જૂદા-જૂદા મિડિયા દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.
આમ, અમારી પડતાલમાં ક્યાંય પણ સાબિત થતુ નથી કે, હોંગકોંગમાં ભ્રષ્ટ સાંસદોને લોકોએ સાંસદ ઘુસીને મારમાર્યો હોય. જો આ પ્રકારે ઘટના બવી હોય તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય. પરંતુ આ પ્રકારે કોઈ ઘટના બની હોવાનું સાબિત જ નથી થતુ.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, અમારી પડતાલમાં ક્યાંય પણ સાબિત થતુ નથી કે, હોંગકોંગમાં ભ્રષ્ટ સાંસદોને લોકોએ સાંસદ ઘુસીને મારમાર્યો હોય. જો આ પ્રકારે ઘટના બવી હોય તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય. પરંતુ આ પ્રકારે કોઈ ઘટના બની હોવાનું સાબિત જ નથી થતુ.

Title:શું ખરેખર હોંગકોંગમાં સાંસદોને લોકો દ્વારા સંસદની અંદર મારમારવામાં આવ્યો.? જાણો શું છે સત્ય………
Fact Check By: Yogesh KariaResult: False
