
પોલીસકર્મીઓની સ્યુડો પ્રેક્ટિસ હેઠળ કરવામાં આવેલી નાટકીય રજૂઆતો ઘણી વખત સોશિયલ મીડિયા પર વાસ્તવિક ઘટના ગણાવીને ફેલાવવામાં આવતી હોય છે. આ ક્રમમાં, સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો એક બિલ્ડિંગથી ભાગી રહ્યા છે અને પોલીસકર્મીઓ આ લોકોને પકડી રહ્યા છે, આ લોકોને પકડ્યા પછી, અમે એક પોલીસ કર્મચારીને માઈક દ્વારા જાહેરાત કરીએ છીએ. લોકો આત્મ સમર્પણ કરવાનું કહે છે. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો મહારાષ્ટ્રના અહમદનગરનો છે જ્યાં આ લોકોને બેંક લૂંટતી વખતે પોલીસે રંગે હાથે પકડ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાસ્તવિક ઘટનાનો નથી. આ વિડિયો બેંક લૂંટની મોક ડ્રીલનો એક ભાગ છે. જે અહમદનગરના શેંડી ગામમાં હાથ ધરવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujju Prime નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો મહારાષ્ટ્રના અહમદનગરનો છે જ્યાં આ લોકોને બેંક લૂંટતી વખતે પોલીસે રંગે હાથે પકડ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 1 સપ્ટેમ્બર 2021 ના રોજ મહારાષ્ટ્ર ટાઈમ્સ દ્વારા મરાઠી ભાષામાં પ્રસારિત એક વિડિયો મળ્યો. આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “અહમદનગર: શહેરના શેંડી ગામમાં બેંક લૂંટ, મોકડ્રીલ હોવાનું સામે આવ્યુ.“
આ અહેવાલ મુજબ, વિડિયોએ મોક ડ્રીલનો એક ભાગ છે જે અહમદનગરના શેંડી ગામમાં ગ્રામ સુરક્ષા ટીમની કવાયત તરીકે હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય આપવા ગામમાં વિવિધ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પરિક્ષણની પ્રેક્ટિસ કરી.
આ વિડિયોમાં 1 મિનિટ 5 સેકન્ડથી વાયરલ વિડિયોનો ભાગ જોઈ શકાય છે.
નીચે તમે વાયરલ વિડિયોમાંથી લેવામાં આવેલા દ્રશ્યનો સ્ક્રીનશોટ અને મહારાષ્ટ્ર ટાઇમ્સ દ્વારા પ્રસારિત વિડિયોના સ્ક્રીનશોટનું વિશ્લેષણ જોઈ શકો છો, જે સ્પષ્ટ કરે છે કે વાયરલ વિડિયો અને મહારાષ્ટ્ર ટાઈમ્સ દ્વારા પ્રસારિત વિડિયો એક જ ઘટનાના છે.

અમારી પડતાલને વધુ મજબુત કરવા અમે અહમદનગરના લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ કટકેનો સંપર્ક કર્યો, જેમણે અમને સ્પષ્ટતા કરી કે “વાયરલ થઈ રહેલો વિડિયો 31 ઓગસ્ટના રોજ શહેર પોલીસ દ્વારા હાથ ધરાયેલી કવાયતનો છે. આ મોક ડ્રીલ શેંડી ગામની એક બેંકમાં કરવામાં આવી હતી. આ કવાયત ગામમાં અલગ-અલગ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાને ચકાસવા માટે કરવામાં આવી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાસ્તવિક ઘટનાનો નથી. આ વિડિયો બેંક લૂંટની મોક ડ્રીલનો એક ભાગ છે. જે અહમદનગરના શેંડી ગામમાં હાથ ધરવામાં આવી હતી.

Title:બેંક લૂંટના મોક ડ્રિલના વિડિયોને વાસ્તવિક ઘટના ગણાવવામાં આવી રહી…
Fact Check By: Yogesh KariaResult: False
